________________
મહાયાત્રા – ૧૯૧
જીવતાં બેઠો હોઈએ અને આપણું તીર્થધામ અપવિત્ર અને અસ્તવ્યસ્ત થાય, એની યાત્રા પણ બંધ થાય, એ કેમ બને ? બનવું તો એમ જોઈએ કે તીર્થની અને ધર્મની રક્ષા કરતાં કરતાં આ જીવન ભલેને સદાને માટે અસ્ત થઈ જતું !
અને જાવડશાહે મનમાં સંકલ્પ કરી લીધો.
ધર્મભાર્યા સુશીલાને બધી વાત કરીને એમણે કહ્યું : “ આપણું જીવતર રહેવાનું હોય તો એને જવાનું હોય તો જાય, પણ તીર્થાધિરાજની રક્ષા તો હરેક પ્રકારે થવી જ જોઈએ. આપણે આ માટે વહેલામાં વહેલુ સૌરાષ્ટ્ર પહોંચી જવું ઘટે. હવેથી મારો પુરુષાર્થ એ કામને માટે જ લગાવી દઈશ.”
પણ મ્લેચ્છ રાજાની પરાધીનતામાંથી મુક્તિ મેળવવાનું કામ, ‘ઉતાવળે આંબા ન પાકે' એવું મુશ્કેલ હતું. આમ છતાં એ પૂરું કર્યે જ છૂટકો હતો.
જાવડશાહના રોમ રોમમાં હવે તો ભગવાન આદીશ્વર અને એમના તીર્થની રક્ષાનો વિચાર જ ધબકી રહ્યો. તીર્થરક્ષાની તમન્નાએ એમનાં ઊંઘ, આહાર અને આરામને અકારાં બનાવી મૂક્યાં હતાં !
છતાં, બધી અસહ્ય વેદના અંતરમાં સમાવીને, જાવડશાહ એક શાંત-શાણા માણસની જેમ વર્તી રહ્યા અને અંતરનો ભારેલો અગ્નિ કોઈનાય જાણ્યામાં આવી ન જાય એવો પ્રયત્ન કરી રહ્યા.
એમનું ચિત્ત સત્વર સૌરાષ્ટ્ર પહોંચવાના ઉપાયની શોધમાં જ લાગી ગયું હતું.
રાજા મ્લેચ્છ હતો, દેશ બધો મ્લેચ્છોથી ભરેલો હતો, અને ધર્મની વાત કોઈ જાણતું ન હતું. એટલે કામ બળથી નહીં પણ કળથી લેવાનું હતું. અને હવે તો એમાં ઉતાવળ પણ કરવાની હતી. તીર્થાધિરાજ હવે ઝાઝો વખત સંકટમાં રહે એ કેમ બને ?
જાવડશાહ યોગ્ય તકની શોધ કરતા જ રહ્યા.
અને એક દિવસ એણને એવી તક મળી ગઈ. કોઈક પ્રસંગે જાવડશાહે અસાધારણ શૂરાતન દાખવી મ્લેચ્છ રાજાનું મન જીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org