________________
૧૯૨ રાગ અને વિરાગ લીધું. રાજા જાવડશાહની વીરતા ઉપર આફરીન થઈ ગયો.
રાજસભામાં રાજાએ જાવડશાહને ખૂબ શાબાશી આપીને, ખુશખુશાલ મિજાજમાં, મનગમતું વચન માંગી લેવા કહ્યું.
જાવડશાહને જોઈતો અવસર મળી ગયો, છતાં અધીરા થયા વગર એણે રાજાની તાવણી કરી જોવા કહ્યું : “બાદશાહ, આપના રાજ્યમાં મને શી વાતની કમીના છે કે હું નવી માંગણી કરું ? માન-પાન અને ધન, જે જોઈએ તે, મને મળ્યું છે. વળી, આપની પ્રસન્નતા એ જ મારા માટે બસ છે, એથી વિશેષ મારે કંઈ નહીં જોઈએ.”
પ્લેચ્છ રાજા જાવડશાહના જવાબથી વધુ ખુશ થયો અને એણે કંઈક પણ માંગી લેવા ફરી આગ્રહ કર્યો.
જાવડશાહને લાગ્યું કે હવે વખત બરાબર પાકી ગયો છે. એણે નમ્રતા સાથે કહ્યું : “બાદશાહ, જો આપ સાચે જ મારા ઉપર પ્રસન્ન થયા હો અને મને બક્ષિસ આપવા ઇચ્છતા હો તો મને, મારી પત્ની અને મારા પુત્ર જાગનાગ સાથે, મારા વતન પાછા ફરવાની અનુમતિ આપો. વતન અને વતનવાસીઓની યાદ કોને ન સતાવે ભલા ? આટલું કરશો તો હું આપનો હંમેશને માટે અહેસાનમંદ રહીશ.”
પ્લેચ્છ રાજવી સમજુ હતો. એ જાવડશાહની લાગણીને તરત જ સમજી ગયો. જાવડશાહની માગણીનો સ્વીકાર કરતાં એણે તરત જ કહ્યું : “એમાં અહેસાન કેવો ? અને આમાં માંગી માંગીને તમે મારી પાસેથી કશું જ નથી માગ્યું ! વતનની યાદ કોને ન આવે ? કુટુંબ-કબીલાની યાદ કોને ન સતાવે ? અમે તમારું દિલ સમજી શકીએ છીએ. તમારી માગણી મંજૂર કરવામાં આવે છે. તમે ચાહો ત્યારે તમારા કુટુંબ-કબીલા અને બધી ધનદોલત સાથે તમારા માદરે વતનમાં જઈ શકો છો. તમે તમારા વતન સુખરૂપ પહોંચી જાવ એવો પૂરો બંદોબસ્ત રાજ્ય તરફથી કરવામાં આવશે.”
જાવડશાહની આશા સફળ થઈ.
થોડા જ વખતમાં જાવડશાહ સુખરૂપ મધુમતી પહોંચી ગયા. લોકોમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org