Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૪Dરાગ અને વિરાગ એની પ્રતિષ્ઠાનો અવસર પણ આવી પહોંચ્યો. નજીક અને દૂરથી ગામોગામથી નાનામોટા સંઘો એ ધર્મઉત્સવમાં ભાગ લેવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાં વર્ષો અને કેટલાં બધાં કરે મહાતીર્થની યાત્રા છૂટી થઈ હતી. જાવડશાહ અને સુશીલાદેવીની તો જાણે કાયા જ પલટાઈ ગઈ હતી. શું તેજ, શું સંતોષ અને શું હર્ષની રેખાઓ એમના મુખ ઉપર વિલસી રહી હતી ! એ તીર્થાધિરાજને જોતાં અને એમનું હૃદય ગદ્ગદ બની જતું. એ જાણે બોલી ઊઠતું ? “વાહ મારા નાથ ! મારા દેવાધિદેવ ! આજે અમારું જીવન કૃતકૃત્ય બની ગયું !” તેઓ સંઘોનાં દર્શન કરતાં અને એમનું રોમરોમ હર્ષપુલકિત બની જતું. અને પ્રતિષ્ઠાનો એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો. દૂધે ધોઈને પવિત્ર કરેલા અને ધૂપ-સુગંધથી મઘમઘાયમાન બનેલા તીર્થાધિરાજ ઉપર માનવમહેરામણ હિલોળા લેવા લાગ્યો. પર્વતની પવિત્ર શિલાઓ જાણે ભાવક ભક્તજનો રૂપી ધજાઓથી શોભી રહી. જાવડશાહ અને સુશીલાદેવી જીવનની કૃતાર્થતા અનુભવી રહ્યાં. વિધિકારોએ ધર્મમંત્રો ઉચ્ચારી પવિત્ર વિધિથી પ્રભુની પ્રતિષ્ઠા કરી. ભગવાનના ભવ્ય મંદિરના ગગનગામી શિખર ઉપર ધર્મની ધજા ફરફરી રહી. શ્રીસંઘ સાથે જાવડશાહ અને સુશીલાદેવી જિનપ્રસાદ ઉપર ચડીને એ ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કરી રહ્યાં, મહાપ્રભુના મહિમાની સ્તુતિમાં લીન બની ગયાં, મહાતીર્થના ઉદ્ધારથી હર્ષાતિરેક અનુભવી રહ્યાં. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266