________________
૨૧
સતના રખેવાળ
“મહારાજ સાહેબ, આ પચીસ હજાર રૂપિયા ઃ પાઠશાળાને આપવાના કહ્યા છે તે. આપ કહો તેને અત્યારે જ પહોંચાડી દેવા છે.” શેઠે વંદન કરીને નીચે બેસતાં કહ્યું.
44
* પણ શેઠ, આટલી બધી જલદી શી છે ? એ રૂપિયા ક્યાં જતા રહેવાના છે ? અત્યારે એની જરૂર પણ નથી. જ્યારે જરૂર પડશે ત્યારે પાઠશાળાના સેક્રેટરી તમારી પેઢીએથી મંગાવી લેશે. હમણાં એ ભલે રહ્યા તમારી પાસે. પૈસા તમારી પેઢીમાં રહે કે બૅન્કમાં રહે એમાં શો ફેર છે ? તમારે ત્યાં એ પૂરેપૂરા સલામત છે.”
નહીં, મહારાજ ! એવું ન હોય. ધરમના કામમાં લખાવેલા પૈસા તો આપી દીધા જ સારા. જાણી-સમજીને ફાળામાં લખાવીએ અને પછી આપવામાં મોડું કરીએ એ બરાબર ન કહેવાય. એથી તો ઊલટા દોષના ભાગીદાર થઈએ.” શેઠના હાથમાં હજાર હજારની પચીસ નોટોની થોકડી રમતી હતી.
14
મહારાજશ્રીએ શેઠને ફરી આગ્રહ કરતાં કહ્યું : “અરે શેઠજી, આપ આટલી બધી ચિંતા શું કામ કરો છો ? રૂપિયા લખાવ્યા તો હજી પૂરો મહિનોય થયો નથી. તો પછી પૈસા આપી દેવાની આટલી બધી ઉતાવળ કરવાની કંઈ જરૂર ? પાઠશાળાવાળાએ રૂપિયા માગ્યા હોય અને આપે આપવામાં વિલંબ કર્યો હોય તો કદાચ દોષ લાગવાની વાત કરો તો તે બરાબર ગણાય; એમાંયે કોઈ કોઈ પોતાની સગવડ-અગવડ મુજબ મોડું કરે તો તેથી કંઈ દોષ લાગ્યો ન કહેવાય. દાનત સાફ જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આપની તિજોરીમાં પાઠશાળાના પૈસા બિલકુલ સલામત છે, એટલું જ નહીં, જરૂર પડે તો પાઠશાળામાં પૈસા પણ આપની પેઢીને સાચવવા સોંપી શકાય એવી આપની પેઢીની શાખ છે. વળી આપની ધર્મભાવના પણ એવી ઉત્તમ છે. એટલે મને કે પાઠશાળાવાળાને આપના પૈસાની મુદ્દલ ચિંતા નથી, માટે અત્યારે આ પૈસા આપના પાસે જ ભલે રહ્યા.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org