________________
સતના રખેવાળ C ૧૯૭
આચાર્ય મહારાજ સમયજ્ઞ અને ભારે વિચક્ષણ પુરુષ હતા. અત્યારે તેઓ શેઠના આ રૂપિયા લેવાનું કોઈ પણ રીતે ટાળવા માગતા હતા. અને એનું ખાસ કારણ હતું.
શેઠનો વેપાર સટ્ટાનો હતો. મોટા સટોડિયા તરીકે એમની મુંબઈમાં નામના હતી. આ ધંધાએ એમને ખૂબ યારી આપી હતી. તેઓ સટ્ટાની દુનિયામાં ભાગ્યશાળી પુરુષ ગણાતા. વળી, તે સમયે ચાંદીના સટ્ટાના રાજા ગણાતા. શિવચંદજી નેમાણી શેઠજીના ખાસ દોસ્ત હતા. ચાંદીના આવતી કાલના ભાવ નેમાણીજી જાણે !' એવી એમની નામના હતી. શિવચંદજી જેવા ગણતરીબાજ અને હિંમતબાજ હતા એવા જ ભાગ્યવાન હતા. ગણતરી, હિંમત અને ભાગ્યની ત્રિપુટી જામી, પછી સટ્ટામાં લાભનું પૂછવું જ નહીં. આવા કાબેલ મિત્ર મળ્યા અને પોતાનું ભાગ્ય પણ જાગતું હતું. શેઠને રૂ અને ચાંદીના સટ્ટાએ ઘણી યારી આપી હતી. લોક કહેતું કે શેઠજીને સફેદ વસ્તુના વાયદાના વેપાર સાથે ઘણું લેણું છે.
4
એક વાર શેઠ સોનાના વાયદાનો વેપાર કરી બેઠા. ભાગ્યને કરવું તે એમાં એમને ખોટ ગઈ, ઘણી મોટી ખોટ ! વાત તો બજારમાં એટલે સુધી વહેતી થઈ કે શેઠને ગજા ઉપરાંતની ખોટ ગઈ છે અને આબરૂ રહેવી પણ મુશ્કેલ બની ગઈ છે. એમની પેઢી ગઈ કે જશે !
આવી બધી વાતો લોકજીભે ચાલતી ચાલતી, મીઠા-મરચાના મસાલા સાથે ઘણું મોટું રૂપ ધરીને, આચાર્ય મહારાજના કાને પહોંચી ગઈ હતી. આ દિવસોમાં આચાર્યશ્રી તો પાઠશાળાના પૈસાની ચિંતાને બદલે ઊલટું એ જ ચિંતામાં હતા કે શેઠજીને આટલી બધી નુકસાની ગઈ છે, એમાંથી એ કેવી રીતે ઊગી શકશે અને એમની પેઢીની આબરૂ કેવી રીતે બચી શકશે ? ક્યાંક આવા ધર્માત્મા પુરુષને માનભંગ થવાનો કે બજારમાં મોઢુંય ન દેખાડી શકાય એવો કારમો વખત ન આવે !
આચાર્યશ્રીનું મન આ રીતે ખૂબ ચિંતાગ્રસ્ત હતું, એવામાં જ શેઠે આવીને પચીસ હજાર રૂપિયા સામે ધરી દીધા ! પણ આચાર્યશ્રી એ રકમ લેવા માટે અત્યારે કોઈ રીતે તૈયાર ન હતા. સાથે સાથે હૈયાની વાતને હોઠે લાવતાં પણ ભારે સંકોચ થતો હતો. અને છતાં વખત એવો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only