________________
સતના રખેવાળ [ ૧૯૯
વેદ. વિ. સં. ૧૯૭ની સાલની એ વાત.
સંસારમાં રહીને જે જળકમળ જેવું જીવન જીવી જાણે એ જીવનને કૃતાર્થ કરે અને ધર્મના અમૃતનું પાન કરે.
ચારેકોર સંપત્તિની છોળો ઊછળતી હોય, સુખસાહ્યબીનાં •સાધનોની કોઈ સીમા ન હોય, અને છતાં જે એનાથી અલિપ્ત રહે, પોતાની સાદાઈ ને સાચવી જાણે અને એમાં જ જીવનને કૃતાર્થ થયું માનીને પોતાના અંતરમાં મસ્ત રહે, એ વ્યક્તિ બડભાગી અને પ્રભુની પ્યારી સમજવી.
લક્ષ્મીચંદજી વેદ આવા જ બડભાગી અને પ્રભુના પ્યારા ધર્મપુરુષ હતા. કારમી ગરીબાઈનું પાન કરી તેઓ ઊછર્યા હતા, અને ભાગ્યબળે અને ધર્મના પસાયે કરોડપતિની નજીક ગણાય એવા મોટા લાખોપતિની અઢળક લક્ષ્મી એમને આંગણે વહેતી હતી. છતાં એમનું મન તો સદા ય સ્વસ્થ અને ધર્મકાર્યમાં સ્થિર રહેતું. સંસારમાં સમજપૂર્વક જીવી જાણવું અને ભોગવિલાસથી બચતાં રહેવું એ એમની સહજ પ્રકૃતિ હતી.
એમનું મૂળ વતન રાજસ્થાનમાં ફલોધી શહેર ભણતર. સાવ ઓછું – સહી કરવી હોય તોય મોટા મોટા અક્ષરે કરે એવું ! પણ હૈયાઉકલત ઘણી.
શરૂઆતમાં ભાગ્ય પણ એવું જ નબળું. પણ એમની કાર્યનિષ્ઠા ખૂબ દૃઢ. એ દૃઢતાને જોરે તેઓ પોતાના નબળા ભાગ્યને ખીલવવા ફ્લોધીથી આગરા શહેરમાં આવીને વસ્યા.
એક શ્રેષ્ઠીને ત્યાં માસિક પાંચ રૂપિયાના પગારથી જીવનની શરૂઆત કરીને એમણે કર્મરાજાના આદેશને માથે ચડાવ્યો, અને પોતાના ભાગ્યને ખીલવવાનો પુરુષાર્થ આદર્યો.
થોડાંક વર્ષ તો આકરી કસોટીમાં વીત્યાં પણ પછી એ પુરુષાર્થી નરનું ભાગ્ય ખીલી ઊઠ્યું.
તે કાળે ભાગ્યશાળીઓના ઉદ્યાન સમા ગણાતા સટ્ટાના ક્ષેત્રમાં શેઠજીએ પોતાના ભાગ્યને અજમાવવું શરૂ કર્યું. હૈયાઉકલતે મદદ કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org