________________
૧૯૮ Dરાગ અને વિરાગ હતો કે કંઈક વાત કરવી જ પડે એમ હતી. - આચાર્યશ્રીએ પોતાની આસપાસ નજર નાખીને જોઈ લીધું કે એટલામાં ત્યાં બીજું કોઈ ન હતું. પછી એમણે લાગણીપૂર્વક ચિંતાભર્યા સ્વરે શેઠને કહ્યું : “શેઠજી, લોકો કહે છે કે અત્યારે બજારોની સ્થિતિ બહુ ડામાડોળ છે. તમારે પોતાને પણ અત્યારે પૈસાની ઘણી જરૂર છે એવું પણ સાંભળવામાં આવ્યું છે. તો પછી આ પૈસા તત્કાળ આપવાની શી જરૂર છે ? ભલે ને રહ્યા એ તમારી પાસે. આગળ ઉપર જોયું જશે.”
શેઠે સ્વસ્થ ચિત્તે તરત જ કહ્યું : “ ગુરુદેવ, અમારે સટ્ટાવાળાને આ કંઈ નવી વાત નથી. અમારે તો એવું ચાલ્યા જ કરે ! બજારોની સ્થિતિની આપની વાત સાચી છે. મારે પૈસાની જરૂર છે, એ પણ ખરું છે. પણ એ માટે આપને ચિંતા કરવાની કે આ પૈસા મારી પાસે રહેવા દેવાની કશી જ જરૂર નથી. અને સટ્ટાવાળાના પૈસાનો ભરોસો પણ શો ? આજે લાખ હોય અને કાલે પાઈ પણ ન હોય ! માટે દાનમાં આપેલા પૈસા તો વખતસર આપી દીધા જ સારા ! મારે બજાર માટે જે વ્યવસ્થા કરવાની છે એમાં એટલી વધારે કરીશ, એટલી રકમથી કાંઈ મોટો ફેર પડી જવાનો નથી કે મને કોઈ મોટી મુસીબત પણ નડવાની નથી. ધર્મના કામમાં ઢીલ કરવી સારી નહીં ! આપ ચિંતા ન કરશો. ધર્મની અને આપની કૃપાથી બધું ઠીક થઈ જશે. કર્મમાં જે લખેલું હોય તે તો ભોગવવું જ પડે ને !”
આચાર્યશ્રીનું અંતર ગદ્ગદ બની ગયું . એમના નેત્રો ભાવનાના અમૃતથી ભીનાં થઈ ગયાં : કેવી વિરલ ધર્મભાવના અને કેવી દૃઢ ધર્મશ્રદ્ધા !
શેઠજી પચીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ સહજ ભાવે આપીને અને આચાર્યશ્રી પાસેથી “ધર્મલાભ'નો અમૂલ્ય આશીર્વાદ લઈને રવાના થયા.
એ સમર્થ આચાર્ય તે કાશીવાળા ધર્મસૂરિ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ. એ શ્રેષ્ઠીવર્ય તે આગરાનિવાસી જાણીતા દાનપ્રેમી શ્રી લક્ષ્મીચંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org