________________
મહાયાત્રા | ૧૯૫ ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો. પણ જાવડશાહ અને સુશીલા તો ત્યાંથી જરાય ન ખસ્યાં. જીવનની પૂર્ણ કૃતાર્થતામાં જાણે તેઓ લયલીન બની ગયાં હતાં.
થોડી વાર થઈ છતાં એ નીચે ન ઊતર્યો.
વળી થોડો વખત વીત્યો, છતાં કોઈ નીચે ન ઊતર્યું. જનસમૂહ એ બડભાગી દંપતીનું બહુમાન કરવાની ભારે ઉત્સુકતા અનુભવી રહ્યો.
હજીય કેટલોક વખત વિત્યો પણ કોઈ નીચે ન આવ્યું ! હવે તો સંઘ એ પુણ્યશાળી દંપતીનાં દર્શન અને બહુમાન કરવા અધીરો બની
ગયો.
અને સંઘના મોવડીઓ ઉપર જઈ પહોંચ્યા.
જોયું તો, જાવડશાહ અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્થોદ્ધાર અને તીર્થયાત્રાથી કૃતકૃત્ય બનીને એમના આત્મા સદાને માટે મહાયાત્રાએ સંચરી ગયા હતા.
સંઘ એ પુણ્યાત્માઓને વંદી રહ્યો. કવિએ જાવડશાહની ધર્મકરણીને અમર કરતાં ગાયું કે :
સંવત એક અઠવંતરે રે,
જાવડશાનો ઉદ્ધાર !' મહાયાત્રાના એ પુણ્ય પ્રવાસીઓને આપણાં વંદન હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org