________________
૧૯૦pરાગ અને વિરાગ નધણિયાતા ધનની જેમ, કબજો લઈ લીધો છે, અને એની પવિત્રતાનો ઉચ્છેદ કર્યો છે. જેના એકએક રજકણમાં આત્મસાધકોની પવિત્રતા ભરેલી છે, એ ગિરિરાજના શિલાખંડો આજે મદિરા અને માંસથી લેપાવા લાગ્યા છે. ધર્મ જાણે રસાતળ જવા બેઠો છે ! અને આવા હળાહળ અધર્મને અટકાવીને ધર્મનો માર્ગ મોકળો કરનાર ધર્મવીર અહીં કોઈ નજરે પડતો નથી. શત્રુંજયતીર્થની યાત્રા વર્ષોથી બંધ પડી છે. અને વાઘની બોડની જેમ યાત્રા માટે પગલું ભરવાની કોઈની હામ રહી નથી; અરે એ તરફ લોકો નજર નાખતાં પણ ડરે છે ! આવું પવિત્ર મહાતીર્થ આજે અધર્મીઓ, પાપીઓ અને પિશાચોની પાપલીલાઓનું ક્રીડાધામ બન્યું છે. અમારુ મન તો કહે છે કે, આ તીર્થને જો કોઈ બચાવે તો જાવડશાહ જ બચાવે ! અપવિત્ર થયેલ આ તીર્થનો કોઈના હાથે ઉદ્ધાર થવાનો હોય તો તે તારે જ હાથે ! અમારો આ આર્તનાદ સાંભળજે અને ધર્મની સહાય કરવા સવેળા આવી પહોંચજે !”
જાવડશાહને પોતાનો દેશ અને પોતાનો ધર્મ વારેવારે યાદ આવતો જ હતો. એની આડે આવતી મ્લેચ્છ રાજાની આ પરાધીનતા હૈયામાં ખંજરની જેમ ખટકતી હતી. એમાં બળતામાં ઘી હોમાયાની જેમ શત્રુંજય તીર્થની કારમી આશાતનાના આવા હૈયાવિદારક સમાચાર મળ્યા. અને એનું અંતર અસહ્ય આઘાત અનુભવી રહ્યું.
પહેલાં તો એને પોતાના ધર્મશ્ર અને કર્મવીર પિતાની યાદ સતાવી રહી. એને થયું, પિતા ભાવડશાહે પોતાના પુત્રને માટે એક નાનું સરખું રાજ્ય વસાવી આપ્યું હતું, અને ધર્મની પુણ્યપાળ બાંધી જાણી હતી. તીર્થયાત્રા અને તીર્થરક્ષાથી એમનું જીવન પાવન થયું હતું. કેવા બડભાગી અને પુણ્યશાળી હતા મારા પિતાજી !
પછી જાવડશાહને પોતાની જાત ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયો. એ વિચારી રહ્યા : કેવા યોગ્ય પિતાનો હું કેવો અયોગ્ય વારસ નીવડ્યો ! પિતાએ આપેલ રાજ્યને વધારવું તો દૂર રહ્યું, હું એનું જતન પણ ન કરી શક્યો ! અને શત્રુંજય જેવું ધર્મતીર્થ આજે વિચ્છેદ જવાનો અવસર આવ્યો છે, અને છતાં હું પ્લેચ્છ રાજાનો ગુલામ બનીને સુખપૂર્વક જીવન વિતાવી રહ્યો છું ! ધિક્કાર છે આ જીવનને અને આ ધનને ! આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org