Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૮ ] રાગ અને વિરાગ સમી મધુમતી નગરીનાં ! પણ વતન તો આજે કેટલેય દૂર હતું, અને ત્યાં પહોંચવાનો કોઈ માર્ગ પોતાને માટે. મોકળો ન હતો. જિંદગી એવા વિચિત્ર બંધનમાં સપડાઈ ગઈ હતી ! “એ મારગ બંધ થયો અને પોતાને પરાધીન થવું પડ્યું, એમાં પણ, ખરી રીતે તો, મારો પોતાનો જ દોષ હતો ને ! ” એક દિવસ જાવડશાહ જાણે અંતરમાં ઊંડો ઊતરીને ભૂતકાળની ઘટનાને વિમાસી રહ્યો. ભારતવર્ષમાં ધન-સંપત્તિની છોળો ઊડતી હતી અને બીજાનું છીનવી લેવા કરતાં પોતાનું લૂંટાવા દેવામાં ઉદારતા માનવાની ભારતવાસીઓની પ્રકૃતિ હતી. એટલે ધનલોલુપ અને આક્રમણખોર પરદેશીઓ અને પ્લેચ્છોને માટે ભારતદેશ આકડે મધ જેવો લોભામણો બની ગયો હતો. છાશવારે ને છાશવારે પરદેશીઓનાં ધાડાં ને ધાડાં આ દેશમાં ઊતરી પડતાં અને ધનના ઢગલા ઉપાડીને વિદાય થઈ જતા. ન કોઈ રોકટોક, ન કોઈ સામનો ! એક વાર મધુમતી નગરીની અઢળક સંપત્તિની કથા એક પ્લેચ્છ રાજાના કાને પહોંચી ગઈ. અને એ મોટા લશ્કર સાથે મધુમતી ઉપર ચડી આવ્યો. ત્યારે મધુમતી ઉપર જાવડશાહનો અધિકાર હતો. પિતા ભાવડશાહે વસાવેલ રાજ્યની રક્ષાનો ભાર એના માથે હતો. જાવડશાહ જેવો ધમ હતો, એવો જ કર્મી અને શૂરવીર હતો. એણે વીરતાપૂર્વક પોતાની સેના અને પ્રજાની આગેવાની લઈને સ્વેચ્છ રાજાનો સજ્જડ મુકાબલો કર્યો, પણ મ્યુચ્છ રાજાની અપાર સૈન્યશક્તિ આગળ જાવડશાહનું શૂરાતન કામ ન લાગ્યું એનો પરાજય થયો. મ્યુચ્છ રાજા અપાર ધન લઈને અસંખ્ય નર-નારીઓને ગુલામ બનાવીને પોતાને દેશ પાછો ફર્યો જાવડશાહ અને એની પત્નીને પણ એ યુદ્ધકેદીઓ તરીકે પોતાની સાથે લેતો ગયો. પણ મ્લેચ્છ રાજા માનવરત્નનો પારખુ હતો. એણે જાવડશાહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266