________________
૧૮૬] રાગ અને વિરાગ શરણ સ્વીકારીને જીનપંથ સુખપૂર્વક કાપતાં.
એમ ને એમ કેટલાં ય વર્ષો વીતી ગયાં.
એક દિવસ અંતરના ઉલ્લાસપૂર્વક એમણે બે સંતોને ભિક્ષાદાન કર્યું. ભાવડશાહ અને ભાવલાદેવીની ધર્મભાવના એ સંતોનાં અંતરને સ્પર્શી ગઈ. ભાવડશાહના ઉજ્વળ ભાવિનું ભવિષ્ય એમની ધર્મવાણીમાંથી સરી પડ્યું !
સંતો વિદાય થયા, એમનાં પગલે જાણે ભાવડશાહનું દુર્દેવ પણ વિદાય થયું !
પછી તો ભાવડશાહ અશ્વોના મોટા સાહસોદાગર બની ગયા. અશ્વોના પારખુ અને જાતવંત તથા શુકનવંત અશ્વોના મોટા સોદાગર તરીકે એમની નામના સર્વત્ર ફેલાઈ ગઈ ? સૈન્યના મોખરે નિર્ભય થઈને ચાલે અને યુદ્ધમાં ધાર્યો વિજય અપાવે એવા અશ્વો તો ભાવડશાહના
એક વાર આવા જાતવંત, પાણીદાર, લક્ષણવંતા સેંકડો અશ્વો લઈને ભાવડશાહ માળવા દેશની પ્રસિદ્ધ રાજધાની ઉજ્જૈની નગરી પહોંચ્યા. અને એ બધાય અમૂલખ અશ્વો પરદુઃખભંજન રાજા વીર વિક્રમને એમણે ભેટ ધરી દીધા !
- રાજા વિક્રમે એના દામ લેવાનો ઘણોઘણો આગ્રહ કર્યો, તો ભાવડશાહે વિનમ્ર બનીને કહ્યું : “મહારાજ, આપ તો આખા દેશના તારણહાર છો. દુઃખી દુનિયાને સુખી કરવા આપ કેટકેટલાં કષ્ટ સહન કરો છો ! લોકકલ્યાણ એ તો આપનું જીવનવ્રત છે. અને ઊંઘ અને આરામ તજીને આપ એનું પાલન કરો છો. આ અશ્વોનો ઉપયોગ પણ આપ, આપના પોતાના સુખને માટે નહીં પણ, દેશના ભલા માટે જ કરવાના છો. તો પછી આટલી અદની ભેટના દામ શી રીતે લઈ શકાય ? જનકલ્યાણ અને દેશસેવાના આપના પુણ્યકાર્યમાં મારી આટલી ભેટ સ્વીકારીને મને કૃતાર્થ કરો !”
સમ્રાટ વિક્રમ એ અસંખ્ય અશ્વરનોને અને ભાવનાશીલ ભાવડશાહને ભાવપૂર્વક નીરખી રહ્યા. એમની વાણી જાણે અંતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org