________________
સદા જલતો રહેતો હતો. ભલા, એવું તે શું બન્યું હતું ? વાત આમ બની હતી :–
જાવડશાહનો મૂળ દેશ પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર. એમનું વતન ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી આજનું મહુવા બંદર. હતા તો એ ણિક વીર, પણ મધુમતીનો રાજ્યઅધિકાર અને રાજકારોબાર એમને ઘેર હતો. એ તાજ વગરનો રાજા જ હતો.
મહાયાત્રા – ૧૮૫
કથા તો એવી ચાલી આવે છે કે જાવડશાહના પિતા ભાવડશાહ સૌરાષ્ટ્રમાં કાંપિલ્યપુરમાં રહેતા હતા. ભાવડશાહ સોનાને પારણે ઝૂલ્યા હતા, રૂપાની દોરીએ હીંચ્યા હતા અને હીરા-માણેક જડ્યાં રમકડે ખેલ્યા હતા. એમના વડીલોએ એક કાળે જાણે લક્ષ્મીદેવીનું વશીકરણ કર્યું હતું – જ્યાં હાથ નાખે ત્યાંથી ધન મળી આવતું હતું !
પણ સૂરજ આથમે એમ સમય પલટાયો, અને ભાવડશાહના ભાગ્યનું સવળું પાંદડું અવળું થઈ ગયું ! લક્ષ્મી પોતાનો વા૨સો લઈને ચાલતી થઈ ! ભાવડશાહનું ઘર દરદ્રતાની ક્રીડાભૂમિ બની ગયું ! ન બનવાનું બની ગયું હતું, છતાં ભાવડશાહ અને એમનાં અર્ધાંગિની ભાવલાદેવી ભાગ્યાના એ કારમા ધક્કાની સામે અણનમ ઊભાં રહ્યાં.
બેય માનવીમાં જીવન હતું, જાગૃતિ હતી અને ભાગ્યના વારાફેરાને જીરવવાનું જોમ હતું. લક્ષ્મી હતી ત્યારેય એમનું મન ઠેકાણે હતું, દરિદ્રતા આવી ત્યારેય એમને કોઈ અશાંતિ નહોતી સતાવતી, સુખ-દુઃખને તેઓ દિવસ અને રાતની જેમ જીવનના સહજ ક્રમ રૂપે વધાવતાં, અને સુખ-સાહ્યબીથી હરખાઈ જવાથી કે દુઃખ-દારિદ્રથી વિલાઈ જવાથી અળગાં રહેવામાં જીવનની સાર્થકતા માનતાં : એવાં શાણાં અને એવાં સમભાવી હતાં એ બડભાગી નરનારી !
અને આતિથ્ય તો ભાવડશાહનું જ ! છો ને ઘરને ઘેરી ગરીબીનું દુઃખ ઘેરી વળ્યું હોય, અતિથિની સેવા-ચાકરીમાં તો હરકત ન જ આવવી જોઈએ : પતિ-પત્નીનું આ જીવનવ્રત હતું. ભૂખનું દુઃખ સુખે સહીને, ખાંડાની ધારની જેમ, તેઓ એ વ્રતનું જતન કરતાં અને ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org