________________
ચોપડાને જળશરણ કરો !ત્ત ૧૮૩
વિરાટ જાણે પાછો વામન બની ગયો !
4.
ભગવાનના આવા દિવ્ય અને ભવ્ય મંદિરનાં દર્શન કરવા છતાં કેટલાક પામર માનવીઓ મહામંત્રીની ભાવનાને પારખી ન શક્યા. એ હતા મંત્રીશ્વર પેથડશાહના વ્યવહારિયા, નામું તપાસનારા ! એ બાપડાઓનો જીવ બળતો હતો : મંદિરમાં કંઈ કેટલું બધું ધન નકામું ખરચાયું હતું ! અરે, કેવળ ધનના ઢગલાથી જ જો મંદિર બાંધ્યું હોત તોય ખરચ ઓછું થાત ! આવા જંગી ખર્ચનાં લેખાં તો ગણવાં જ જોઈએ ને ? એનો હિસાબ તો બરાબર તપાસવો જ ઘટે ને ? પૈસા કંઈ આકાશમાંથી થોડા વરસે છે !
અને એ ડાહ્યાઓ ચોપડાઓનો ગંજ લઈને હિસાબ તપાસવા બેસી ગયા. એમને હતું, આમાંથી તો કંઈક ચોરીઓ પકડાશે. અને આપણી કામગીરી જોઈને મંત્રીશ્વર રાજીરાજી થઈ જશે. બાપડા મુંજી જીવો જાણે ચોપડામાંથી ચોરને શોધવામાં અટવાઈ ગયા !
44
પણ જ્યારે મંત્રીશ્વરે એ જાણ્યું ત્યારે એમણે તરત આજ્ઞા કરી ઃ આ તો દેવાધિદેવનું પોતાનું કામ ! એમની મહાકૃપાનું જ ફળ ! એમની કૃપા વગર આવા મોટા કામનું મારા જેવા પામર માનવીનું ગજું જ શું ? આવા મહાપવિત્ર અને આવા વિરાટ કાર્યનાં લેખાં લેનારા અને આવા અમૂલ્ય ફાર્યનું મૂલ્ય આંકનાર આપણે વામનો કોણ ? નથી ગણવા હિસાબો અને નથી જોવા ચોપડા ! એ બધાય ચોપડાને જળશરણ કરો !”
સાંભળનારા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા. મહામંત્રીના વચને જાણે પાપનાં લેખાં થંભી ગયાં !
4
એ જિનપ્રાસાદ · અમૂલિકવિહાર' તરીકે જનહૃદયમાં બિરાજીને મહામંત્રી પેથડશાહની ધર્મભાવનાની યશોગાથા સંભળાવી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org