________________
ચોપડાને જળચરણ કરો ! [ ૧૮૧ તપાસ કરનારને વાતનો ભેદ પામતાં વાર ન લાગી. માણસોએ આવીને કહ્યું : “ મહારાજ ! આ તો બધી માંડવગઢના મંત્રી પેથડશાહની કરામત છે ! તેઓ જ અઢળક ધન ખરચીને આપને આ યશ અપાવે છે.”
વિચક્ષણ હેમ પ્રધાનને વાતનો મર્મ સમજતાં વાર ન લાગી. એમને થયું ઃ મારા હાથે કોઈક ઉત્તમ ધર્મકાર્ય કરાવવા ખાતર જ મંત્રીશ્વરે આવું મોટું ધર્મકાર્ય આદર્યું લાગે છે. દુનિયામાં તો પારકાના ભોગે પોતે યશ લેનારાનો કોઈ તોટો નથી; પોતાના ભોગે પારકાને યશના ભાગીદાર બનાવનાર તો વિરલા જ હોય મંત્રી પેથડશાહ જાણે મંત્રી તેમના મનમંદિરમાં વસી ગયા !
તરત જ માંડવગઢના મંત્રીને દેવગિરિના મંત્રી હેમનું હેતભર્યું તેડું ગયું.
મંત્રી પેથડશાહે આવીને પોતાના મનની વાત રજૂ કરતાં લાગણીભર્યા સ્વરે કહ્યું : “ મંત્રીશ્વર હેમ ! મારી એક જ આકાંક્ષા છે : દેવગિરિમાં મારા ઇષ્ટદેવનો ભવ્ય પ્રાસાદ ચણાવું. પૈસાની તો કોઈ કમીના નથી, માત્ર તમારી રાજધાનીમાં એ માટેની યોગ્ય જમીન મને મેળવી આપો ! મારી આટલી માગણી પૂરી કરો !”
આવી ઉત્તમ માગણીનો ઈન્કાર પણ કેમ થઈ શકે ? મંત્રી હેમે મંત્રી પેથડશાહને તરત જ વચન આપ્યું અને થોડા જ વખતમાં યુક્તિ-પ્રયુક્તિથી પોતાના રાજા રામદેવને રીઝવીને એણે પોતાના વચનનું પાલન કર્યું.
મંત્રી પેથડશાહનું રોમરોમ હર્ષથી પુલકિત થઈ ગયું.
શુભ મુહૂર્ત, ભારે મહોત્સવપૂર્વક, જિનપ્રાસાદનો પાયો નાખવામાં આવ્યો.
પણ સારા કામમાં સો વિઘન !
પાયો ખોદતાં જ ધરતીમાંથી અમૃત જેવું પાણી નીકળ્યું. ભારે શુભ શુકન થયાં. પણ વિરોધીઓએ રાજાજીને જઈને કહ્યું : “ આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org