________________
૧૮૨ Dરાગ અને વિરાગ નગરમાં મીઠા પાણીની બહુ તંગી છે. માટે આ જગ્યા પાણી માટે પાછી લઈ લ્યો !”
બીજાં પણ કંઈ કંઈ વિબો આવ્યાં, પણ એ બધાની સામે મંત્રી હેમની વચનપાલનની તત્પરતાએ અને મંત્રી પેથડશાહની ઉત્કટ ધર્મભાવનાએ કિલ્લાનું કામ કર્યું, અને જિનમંદિરનું કામ આગળ વધવા લાગ્યું.
ધીમેધીમે દેવગિરિની ધરતી ઉપર ગગનચુંબી દેવપ્રાસાદ પ્રગટ થવા લાગ્યો. જાણે સ્વર્ગનું કોઈ દિવ્ય વિમાન પૃથ્વી ઉપર આકાર ધરતું હતું. એક તરફ મંત્રીની ધર્મભાવના વહેતી હતી. બીજી બાજુ ધનની સરિતા વહેતી હતી અને ત્રીજી બાજુ કારીગરોની ભક્તિની ભાગીરથી વહેતી : એ ત્રિવેણી સંગમના પુણ્યતીરે ગગનચુંબી મહાવીરજિનપ્રાસાદની રચના થઈ રહી હતી.
કારીગરોનું મન પ્રસન્ન રહે એ રીતે એમને માગ્યા દામ અને ઉપરથી ઇનામ અપાતાં હતાં.
સમય તો જરા પણ ગુમાવવાનો હતો જ નહીં. કાલનું કામ આજે, અને આજનું કામ અત્યારે જ થતું હતું.
મંદિરની માંડણી અદ્ભુત હતી; એની કોતરણી કામણગારી હતી, એનું એકા એક શિલ્પ જાણે સજીવ થઈને સામે ખડું થતું હતું.
જોતજોતામાં રુદ્રમહાલયની ઊંચાઈનું સ્મરણ કરાવે એવું (એનાથી થોડુંક ઓછું ઊંચું ) જિનમંદિર ખડું થઈ ગયું.
અને એક દિવસ મહામંત્રી પેથડશાહની ભાવના સફળ થઈ ? વિ. સં. ૧૩૩પમાં એ મહાપ્રાસાદની અને એમાં ભગવાન મહાવીરની પ્રતિમાની ધર્મમહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી.
મહામંત્રીનું હૃદય ગદ્દગદ બની ગયું : ધન્ય મારા કરુણાસાગર પ્રભુ ! આજે મારો જન્મ સફળ થયો !
ભાવિકો મહામંત્રીની ભાવનાને અભિનંદી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org