________________
મહાયાત્રા ૩૧૮૯
પોતાના રાજ્યમાં માનભર્યું સ્થાન આપ્યું, વેપારવણજ ખેડવાની બધી મોકળાશ આપી. એમના ઉપર માત્ર એક જ પ્રતિબંધ મૂક્યો : રાજાની આશા હોય તો જ તેઓ પોતાને વતન પાછા જઈ શકે; બાકી બીજી બધી વાતે તેઓ ફાવે તેમ વર્તવાને છૂટા.
બુદ્ધિ હતી, ચતુરાઈ હતી, કુનેહ હતી. જોતજોતામાં જાવડશાહને આંગણે સંપત્તિની સરિતા રેલાવા લાગી. અને સંપત્તિના સ્વામીને દુનિયા સર્વગુણસંપન્ન અને સર્વ રીતે સુખી માનવા લાગી.
અને છતાં જાવડશાહના આંતરિક સંતાપને કોઈ સીમા ન હતી; પરાધીનતાનું શલ્ય પળેપળે એના હૃદયને વીધ્યા કરતું હતું. એનું દિલ સ્વાધીન બનીને પોતાના વતનમાં પાછા ફરવા તલસી રહ્યું હતું.
અને તોયે, મનની વેદનાને મનમાં જ સમાવીને, હસતું મોં રાખીને, સુખી અને સમૃદ્ધિશાળી માનવી તરીકે જ રાજા અને પ્રજામાં ફરતા રહેવાનું એના ભાગ્યમાં લખ્યું હતું.
વાહ રે દુનિયા !
મનગમતું હોઠે લાવી શકાતું ન હતું, અણગમતું સહ્યું જતું ન હતું. અને એમને એમ સમય વીતતો જતો હતો.
દાઝ્યા ઉપર ડામ જેવા
સૌરાષ્ટ્રની શૂરી ભૂમિમાંથી કોઈકે જાણે જાવડશાહને સાદ દીધો હતો : “ રે શૂરા જાવડશાહ ! તું દેશ છોડીને ગયો અને જાણે દેશનું શૂરાતન અને શાણપણ આથમી ગયું ! મા ભોમના માનપાનનો રખેવાળ માડીજાયો કોઈ વીરનર આજે અહીં દેખાતો નથી ! સેનાપતિ વગરના સૈન્યની જેવી નબળી અમારી દશા છે ! ખેપિયાઓ તો ખબર આપે છે કે તું તો મ્લેચ્છ રાજાના રાજ્યમાં પણ તારી અક્કલ, હોશિયારી અને આવડતને લીધે, ખૂબ માનપાન પામ્યો છે અને ઘણું ધન કમાયો છે. પણ અમારાં દુઃખ કહ્યાં જાય એવાં નથી ! બીજું તો ઠીક, પણ પરમપવિત્ર શત્રુંજય શત્રુંજય મહાતીર્થનો મહાતીર્થનો પાપિયા લોકોએ,
આપણા
એવામાં એક દિવસ સમાચાર આવ્યા કારમા એ સમાચાર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org