________________
કમેકમ શામ દેવભકારી હતી.
ચોપડાને જળસરણ કરો !૧૭૯ ઊલટું, ચોમાસે નદી-સરોવર ઊભરાય એમ, એમની ધર્મભાવના ક્રમેક્રમે ખૂબ ખીલી ઊઠી હતી.
મંત્રીએ દેવભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે પોતાની સંપત્તિને કૃતાર્થ કરવા માંડી હતી. એમણે ચોર્યાસી જેટલાં દેવમંદિરો ચણાવ્યાં હતાં અને બીજાં પણ કંઈ કંઈ સુકૃત કર્યા હતાં, છતાં એમને તો હંમેશાં એમ જ લાગ્યા કરતું કે, હજુ કેટલું બધું કરવાનું બાકી છે ? અને જીવન તો પળે પળે ઘટતું જ જાય છે ! પોતાના જીવતરને કૃતકૃત્ય કરવા એ હંમેશાં ધર્મસેવાના નવા નવા માર્ગો શોધ્યા જ કરતા.
દક્ષિણ ભારતનું દેવગિરિ (દૌલતાબાદ) તે કાળે ભારે નામાંકિત નગર ગણાતું. પ્રવાસીઓ એની કંઈ કંઈ યશોગાથા સંભળાવતા અને
ત્યાં પ્રવર્તતા બ્રાહ્મણધર્મનો ખૂબ મહિમા વર્ણવતા. એ નગરના રાજાનું નામ રામદેવ, અને પ્રધાનનું નામ હેમ.
પ્રધાનની પાસે પૈસો તો એટલો બધો હતો કે પાણીમૂલે વાપરે તોય ન ખૂટે; પણ એનો સ્વભાવ એટલો બધો લોભિયો કે એક પાઈ પણ ન. ખરચે – મમ્મણ શેઠનેય ઉદાર કહેવરાવે એવો !
એ નગરના બ્રાહ્મણો એવા માથાભારે હતા કે બીજા ધર્મને પેસવા જ ન દે ! આવું હતું તે વખતનું દેવગિરિ નગર – બ્રાહ્મણધર્મના મજબૂત કિલ્લા સમું !
દેવગિરિની જાતભાતની વાતો સાંભળીને મંત્રી પેથડશાહ એક વાર વિચાર કરે છે ઃ આવા વિખ્યાત નગરમાં એકાદ પણ જિનપ્રાસાદ ન હોય એ કેવી ખેદની વાત ગણાય ! આ જિંદગીમાં જો આટલું પણ ધર્મકાર્ય ન કરી શકાય તો આટલી સત્તા અને આટલી સંપત્તિ મળી શા કામની ?
મંત્રીશ્વરે મન સાથે નિશ્ચય કર્યો : દેવગિરિમાં જિનેશ્વરનું ભવ્ય મંદિર ગમે તે ભોગે ચણાવવું જ, એવું મનોહર મંદિર કે જેનો જોટો ન મળે, અને જોનારા બે ઘડી જોઈ રહીને ધર્મભાવનાનું ભાતું પામી જાય !
કામ તો ભારે પવિત્ર હતું, પણ એ જેવું પવિત્ર હતું એવું જ મુશ્કેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org