________________
૧૫૪nરાગ અને વિરાગ માતૃભૂમિને ચરણે ધરી દીધી અને જોતજોતામાં ગુજરાતના રાજ્યને વ્યવસ્થિત, શક્તિશાળી, સમૃદ્ધ અને વિસ્તૃત બનાવી દીધું.
મહામંત્રી વસ્તુપાળ જેવા કર્મશૂર એવા જ ધર્મશૂર ; અને દાનશૂરતામાં તો એમની જોડ જ મળવી મુશ્કેલ ' રાજકાજના રંગે પૂરેપૂરા રંગાયેલા હોવા છતાં એમણે પોતાની ધર્મપરાયણતા, સર્વધર્મસમભાવની ભાવના અને વિદ્યારસિકતાને જરા ય ઝાંખી પડવા દીધી ન હતી. અવસર મળતો અને એ તીર્થયાત્રાઓ કરતા. મોટા મોટા યાત્રસંઘો કાઢતા અને ધર્મસ્થાનોની સ્થાપના કરીને પોતાના જીવન અને ધનને કૃતાર્થ કરતા.
આબુ ગિરનાર અને શત્રુંજય પર્વતો ઉપર મહામંત્રીઓ અને એમના કુટુંબે દેવવિમાન જેવાં રળિયામણાં દેવમંદિરો રચીને પોતાની ભાવના અને નામનાને અમર બનાવી હતી.
મહામંત્રી વસ્તુપાળને ઘણા વખતથી એક વાતની ચિંતા સતાવ્યા કરતી : દેવભૂમિ શત્રુંજય મહાતીર્થનો વહીવટ જે કોઈ માણસને સોંપવામાં આવતો. એ લોભને વશ થઈને ત્યાંના દેવધનનો રક્ષક રહેવાને બદલે ભક્ષક બની જતો ! સંપત્તિ જો આત્મસાધકને પણ ચળાવી શકતી હોય, તો પછી સામાન્ય માનવીનું તો અચળ રહેવાનું ગજું જ શું ? અને તેમાં ય જ્યારે અપાર ધન વેરાયેલું પડ્યું હોય ત્યારે તો એનાથી કોણ બચી શકે ?
પણ દેવધન આ રીતે નાશ પામતું રહે એ કેમ સહ્યું જાય ? એ પાપનો ભાર તો માનવીને રસાતળમાં લઈ જાય ! એને બચાવવાનો કંઈક પણ ઉપાય કરવો ઘટે.
સંસારમાં ક્યારેક દારૂ અને દ્રવ્ય સરખાં બની જાય છે. દારૂનો કંફ માનવીને ભાન ભુલાવીને પશુ બનાવી મૂકે છે, અને એની પાસે ન કરવાનાં કામ કરાવે છે. દ્રવ્ય મળ્યું હોય અને વિવેક જાગ્યો ન હોય તો માનવી અભિમાનથી છકી જાય છે, અને વિલાસમાં પડીને પોતાનો અને બીજાનો વિનાશ નોતરે છે. અને દ્રવ્ય મળ્યું ન હોય અને દ્રવ્યનો અદમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org