________________
પતન અને ઉત્થાનn ૧૫૫ મોહ જાગી ઊઠ્યો હોય તો તો પછી માનવીને માટે કશું જ કાર્ય કે અકાય નથી રહેતું. એમાં તો માનવી દારૂડિયાને પણ સારો કહેવડાવે એવાં અપકૃત્યો કરે-કરાવે છે, અને કશો દોષ સેવતા ખમચાતો નથી. એનું રોમરોમ જાણે દ્રવ્ય, દ્રવ્ય અને કેવળ દ્રવ્યનો જ નાદ ગજવતું રહે છે !
મહાતીર્થ શત્રુંજય ઉપર લોકોની અપાર ભક્તિ. સૌ પોતાનું ગજું ભૂલીને એણે ચરણે પોતાની સંપત્તિ ભેટ ધરવામાં કૃતકૃત્યતા સમજે. પૈસો જાણે ત્યાં પાણીવેગે ભેગો થાય. એટલે એનો વહીવટ બહુ મોટો. એમાં પૈસાનો તો કોઈ પાર નહીં. અને લોભથી પામર બનેલો માનવી એ ધનની સરિતાને વહી જતી જોઈ રહે અને એમાંથી એક ખોબા જેટલું ય પાણી લેવા ન લલચાય, એ ન બનવાજોગ વાત હતી. ભૂખ્યો ડાંસ માનવી અને પક્વાનથી ભરેલો થાળ, એ બે ક્યાં સુધી જુદાં રહી શકે ?
શત્રુંજયના વહીવટમાં ય આ દોષ પેઠો હતો, અને એને કેમ દૂર કરવો એનો વિચાર મહામંત્રી વસ્તુપાળને નિરંતર સતાવ્યા કરતો. એ માટે તેઓ એવા સુયોગ્ય પ્રામાણિક માનવીની શોધ કરતા જ રહેતા.
એક દિવસ મહામંત્રી પૌષધશાળામાં પોતાના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિજી અને ઉદયપ્રભસૂરિજી પાસે ગયા. જ્યારે જ્યારે વખત મળે ત્યારે ગુરુઓને ચરણે બેસીને ધર્મવાર્તા કરવાની એમને ટેવ હતી. આવી ટેવમાંથી જ જાણે એમને જીવનમાં તાજગી મળતી રહેતી.
બંને આચાર્યોને વંદન કરીને મહામંત્રી પચીસ જેટલા અન્ય મુનિવરોને વંદન કરવા લાગ્યા. એ વંદન કરતાં એમનું ધ્યાન ધમગારના એકાંત ખૂણામાં શાંતચિત્ત ધર્મધ્યાનમાં મગ્ન બનેલા પેલા વયોવૃદ્ધ મુનિવર તરફ ગયું. મુનિવરને તો સામે કોણ આવ્યું છે એની કશી ખેવના ન હતી. ભલા પોતે અને ભલું પોતાનું ધર્મચિંતન !
મંત્રીશ્વર સ્થિરભાવે એમને નીરખી રહ્યા. એમના ચિત્તમાં થયું ? આ મુનિવર કેવા પ્રશાંત અને સ્વાધ્યાયમગ્ન છે ! ને એમને કોઈ જળજથા છે, ન કોઈ લાલસા. આશા અને આસક્તિ તો જાણે એમને સ્પર્શતી જ નથી. ધન્ય મુનિવર, ધન્ય તમારું જીવન અને ધન્ય તમારું ધમરાધન ! જાણે મુનિવરની મૂક ધર્મસાધના મંત્રીશ્વરના ચિત્ત ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org