________________
પતન અને ઉત્થાન 1 ૧૫૩ એ આત્માના એવા આશક બન્યા કે ઘરબાર અને કુટુંબ-કબીલો. હોંશેહોંશે તજીને ચાલી નીકળેલા ! ગુરુને ચરણે બેસીને અપ્રમત્તપણે જીવનશોધન કરવાનું એમનું વ્રત.
એ પોતાનું વ્રત પણ કેવી રીતે પાળે ? – જાણે તલવારની ધાર ! કોઈ જીવને દુઃખ પહોંચાડતાં એમનો પોતાનો આત્મા જ દુઃખી દુઃખી થઈ જાય. અસત્ય તો બોલાય જ શી રીતે ? ચોરી-લબાડીનું કામ જ શું ? જગતની સ્ત્રીઓ એને મન માતા, ભગિની કે પુત્રી જેવી હતી. અને ત્યાગી બનીને નીકળેલાને ધન-વૈભવના પરિગ્રહની શી નિસ્બત ? કંચન કે કામિની એમના મનને ચળાવી ન શકે એવા એ વૈરાગી, બાની અને તપસ્વી મુનિ.
ન એમને નામનાની કામના કે ન કીર્તિની ખેવના. ભલા પોતે ને ભલું પોતાનું આત્મશોધનું કામ.
- વિક્રમની તેરમી સદીના એક જાજરમાન અને પરોપકારી ગુરુ આચાર્ય વિજયસેનસૂરિજીના એ શિષ્ય.
એ મુનિવરનું નામ તો ઈતિહાસકારે નથી નોંધ્યું પણ એનું કામ આજે ય વાચકને પ્રેરણા આપે છે.
એ જ યુગમાં એક તેજસ્વી મહાપુરુષ થઈ ગયા. વસ્તુપાળ એમનું નામ.
જ્ઞાતિએ એ હતા તો વણિક, પણ એવા જ શૂરા, એવા જ વિદ્યારસિક, એવા જ ગણતરીબાજ અને એવા જ સેવાપરાયણ – જાણે ચારે વર્ણ એક જ દેહમાં આવીને વસ્યા હતા ! | વિક્રમની તેરમી સદીમાં ગુજરાતનું રાજકારણ ચકડોળે ચડ્યું હતું અને રાજ-પ્રજા બન્નેમાં અરાજકતા પ્રસરી ગઈ હતી. દેશનું જાણે કોઈ ધણીધોરી ન હતું. માનવીની શક્તિ, બુદ્ધિ અને દેશભક્તિની કસોટીનો એ કાળ હતો.
તે વખતે રાજા વિરધવલે વસ્તુપાળને ગુજરાતના મહામંત્રીપદે સ્થાપ્યા. એ બડભાગી મહામંત્રીએ પોતાના બાહુસમા નાના ભાઈ તેજપાળની સાથે, પોતાની સમગ્ર શક્તિ, આવડત અને કુનેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org