________________
એના અંતરમાં ચાલ્યો એવામાં મૂડ ખર્યું હતું તથા કિકોટા નાખો
મહાકવિ ધનપાલ [ ૧૭૧ શોધમાં ભોજ એકલો આગળ નીકળી ગયો. સૈનિકો રાજાના રક્ષણ માટે સાથે થઈ ગયા.
શિકારને શોધતો શોધતો રાજા જંગલમાં ઊંડે ઊંડે ઊતરી ગયો. એના અંતરમાં અત્યારે શિકાર સિવાય બીજો કોઈ વિચાર ન હતો. જાણે એ રુદ્રનો અવતાર બની ગયો હતો. વાર્તાનો વિનોદ અને કાવ્યની કુમાશ એના અંતરમાંથી સરી ગયાં હતાં.
એ થોડેક ચાલ્યો એવામાં એક મોટો ચિત્કાર સંભળાયો. રાજાએ નજર કરી તો સામે એક જંગલી ભૂંડ ખડું હતું. તીણી ધારદાર એની દિવૂડીઓ હતી. પોતાના જોશને ઠાલવવા એ જોરજોરથી છિંકોટા નાખતું હતું, જાળાં-ઝાંખરાંને પોતાની દંતૂડીઓથી છેદી રહ્યું હતું અને ધરતીને ખોદી નાખતું હતું ! જોતાં જ છળી મરાય એવો વિકરાળ શૂકર !
રાજા પળવાર એને જોઈ રહ્યો. પોતાને જોઈતો શિકાર જોઈને રાજાનું મન પ્રસન્ન થઈ ગયું.
રાજાએ તરત જ એક જગ્યાએ ઓથ લીધી; સૈનિકો સાવધ થઈ ગયા – રખેને કંઈ અનિષ્ટ ઘટના આવી પડે !
રાજાએ બરાબર શરસંધાન કર્યું, અને શિકાર ઉપર પોતાનું તાતું તીર છોડ્યું. તીરે ધાર્યું નિશાન લીધું અને કારમી મરણચીસ નાખીને શૂકર જમીન ઉપર ઢળી પડ્યો. એ ચીસના પડઘા આખા વનવગડાને ગજાવી રહ્યા.
સૈનિકોએ રાજા ભોજનો જયકાર પોકાર્યો.
કવિઓ પણ કંઈ પાછા પડે એવા ન હતા. શૌર્યકથા સાંભળી એમણે રાજા ભોજને કંઈ કંઈ રીતે બિરદાવ્યો. એની પ્રશંસા કરવામાં એમણે કોઈ વાતની ખામી ન રાખી.
કવિઓની વાણી સાંભળી રાજાનું ચિત્ત પ્રસન્ન થયું.
પણ અરે, બધા કવિઓએ પોતાની વાણીની ગંગાને વહેતી મૂકીને રાજાને અભિષેક કર્યો. અને આ કવિ ધનપાલ ચૂપ કેમ ? એ તો રાજાનો બાલસખા ! શું મિત્રના પરાક્રમની ગૌરવગાથાનું ગાન કરવાને વખતે જ એની વાણી સિવાઈ ગઈ ? સૌ અચરજ અનુભવી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org