________________
અગતી વાત ભકિત
૧૭ | રાગ અને વિરાગ કથાકાવ્યમાં કાંઈ દોષ ? કવિતામાં કોઈ ખામી ? મારો કોઈ અપરાધ ?”
ભોજરાજે કહ્યું : “કવિવર, આમાં ખામી શોધનાર પોતે જ ખામીવાળો સાબિત થાય ! મેં જ તમને જૈન કથા રચવાનું કહ્યું હતું, અને તમે પૂર્ણ ઉલ્લાસથી એની રચના કરી છે. પણ એનું શ્રવણ કર્યા પછી હવે થાય છે કે ભગવાન શંકરની આવી કથા રચાઈ હોય તો ? કવિ, મારી એક વાત ન માનો ? કથામાં જ્યાં જ્યાં ઋષભદેવનું નામ આવે છે, ત્યાં ત્યાં ઋષભધ્વજનું-મહાદેવનું, શુક્રાવતાર તીર્થના સ્થાને મહાકાલ તીર્થનું અયોધ્યાને સ્થાને ધારાનગરીનું અને મેઘવાહનને સ્થાને મારું નામ ન મૂકો ?”
ધનપાલે જરાય ખમચાયા વગર ખુમારીપૂર્વક જવાબ આપ્યો : “પણ મહારાજ, આ કંઈ સ્વર, વ્યંજન કે શબ્દવાક્યનાં જોડકણાંથી રચાયેલી વાત નથી, આ તો અંતરના અમૃતથી આલેખાયેલી કથા છે; અને અંતરનાં અમી ભક્તિની ઉષ્મા વગર કદી વરસી પણ કેવી રીતે શકે ? રાજનું, આ તો આત્માના અવાજની વાત છે ! એમાં મારો શો ઈલાજ ? ”
રાજા ભોજે જરાક ઉગ્ર બનીને કહ્યું : “પણ કવિ, આમાં તો માત્ર નામનો જ ફેર કરો એટલે બસ ! આમાં નવસર્જન કરવાની કોઈ વાત જ નથી.”
ધનપાલે ગંભીર બનીને જવાબ આપ્યો : “તો રાજનું નામનો આટલો બધો મોહ શો ? મનને જરાક વિશાળ કરશો, અને ભગવાન ઋષભદેવમાં ભગવાન ઋષભધ્વજનાં, અયોધ્યામાં ધારાનગરીનાં, શુક્રાવતાર તીર્થમાં મહાકાલ તીર્થના અને મેઘવાહનમાં આપની પોતાની જાતનાં દર્શન કરવા પ્રયત્ન કરશો, તો આપને આખું વિશ્વ એકરૂપ ભાસશે, અને આપનો આત્મા પરમ આનંદ અનુભવશે. મહારાજ, કૃપા કરી કથાના આત્માને દૂર કરવાનો મને આગ્રહ ન કરશો.”
પણ છેવટે રાજા ભોજ તો એક રાજા જ હતા. એમને થયું : “ આવી વાત કરવામાં ધનપાલ પોતાની મર્યાદા ઉલ્લંઘી ગયા છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org