________________
૧૭૪ Dરાગ અને વિરાગ
ભારે રસ જામ્યો હતો. કવિની વાણી પણ સોળે કળાએ ખીલી નીકળી હતી. એના મુખમાંથી એક એક કાવ્યમોતી બહાર પડતું અને રાજા ભોજ એને ઝીલી ઝીલીને આફરીન પોકારી ઊઠતા.
જ્યાં કોઈ ન પહોંચી શકતું ત્યાં કવિની કલ્પના પહોંચી જતી, અને એ કલ્પના વાણીમાં સાકાર બનીને શ્રોતાના દિલને જીતી લેતી.
કવિની મધુર વાણી સાંભળીને મુગ્ધ બનેલા રાજા ભોજે કવિને કહ્યું, “કવિવર, તમારી કાવ્યપ્રતિભાથી તમે સ્વીકારેલ જૈનધર્મની કોઈ સુંદર કથાનું સર્જન કરો, અને એ સંભળાવીને અમને આહ્લાદ આપો !"
બસ, કવિને તો માત્ર પ્રે૨ણાની જ જરૂર હતી. તેમાંય આ તો પોતાના રોમરોમમાં વ્યાપેલા તીર્થંકર ભગવાનના અહિંસાધર્મની કથા રચવાની વાત ! અને તેય પોતાના બાલસખા ધારાપતિ રાજા ભોજને સંભળાવવા માટે ! રાજા બૂઝે અને અહિંસાધર્મને સમજે તો અવનીનો ઉદ્ધાર થઈ જાય ! કવિને તો ભાવતાં ભોજન મળ્યા જેવું થયું !
કવિની કલમને જીવ આવ્યો. કવિની કલ્પનાને પાંખો આવી. કવિની સરસ્વતી જાગી ઊઠી. કવિનો આત્મા નાચી ઊઠ્યો. એના અંતરમાં સમાયેલી ધર્મભક્તિ ભગવાન ઋષભદેવની કથારૂપે અખંડ ધારે વહેવા લાગી. કથાનું નામ રાખ્યું · તિલકમંજરી. ' કથાનું ક્લેવર તો બન્યું હતું ગદ્યમય, પણ એમાં શબ્દેશબ્દે વાક્યેવાડ્યે, પદેપદે એવો રસ નિર્ઝરતો હતો કે એ કથા સર્વરસપૂર્ણ અદ્ભુત કાવ્ય બની ગઈ.
જોતજોતામાં કવિએ બાર હજાર શ્લોક જેટલી મોટી કથા રચી દીધી. પણ એ કંઈ કવિની કાયાનું કે બુદ્ધિનું કામ ન હતું, એ તો અંતરની ઊર્મિઓનો ચમત્કાર હતો. એ ઊર્મિઓ તીવ્ર બનીને સહજ રીતે શબ્દનો આકાર ધારણ કરતી હતી. કોઈ પર્વતમાંથી મહાનદીના ઝરણાં વહી નીકળે એમ કવિ એ રસઝરણામાં દિવ્યતા અનુભવી રહ્યા.
-
કથાની રચના પૂરી થઈ.
મહાકવિ ધનપાલ પોતાની કથા લઈને રાજા ભોજની સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org