________________
૧૭ર રાગ અને વિરાગ
સાચે જ કવિ ધનપાલની વાણી આજે સિવાઈ ગઈ હતી. એનું અંતર વલોવાઈ રહ્યું હતું. એક બાજુ પોતાની કવિ તરીકેની ખુમારી એને સાચી વાત કહેવા પ્રેરી રહી હતી, બીજી બાજુ રાજા સાથેની મૈત્રી એને રાજાને કડવી પણ સાચી વાત સંભળાવવા ઉત્તેજી રહી હતી, ખરે વખતે મિત્ર સાચી વાત ન કહે તો બીજું કોણ કહે ? આ તો કર્તવ્ય બજાવવાની ખરેખરી ઘડી !
પણ જ્યાં ચારેકોરથી પ્રશંસાનાં સુમધુર વચનોની પુષ્પવર્ષા થઈ રહી હોય ત્યાં બાણ જેવાં આકરાં વેણની અગ્નિવર્ષા કેવી રીતે કરી શકાય ? કવિ તો ભારે વિમાસણમાં પડી ગયા.
રાજા ભોજે પૂછ્યું : “કવિવર, અત્યારે એવા તે કેવા ચિંતનમાં ઊતરી ગયા છો કે કશું બોલતા જ નથી ? શું તમારી કવિતા અને તમારી સરસ્વતી આજે હરાઈ ગઈ છે ?”
કવિ ધનપાલને પોતાની વાચાને ઉઘાડવાનો અવસર મળી ગયો. એણે કહ્યું : “રાજન્ ! આપનું કહેવું સાચું છે. સાચે જ, આજે મારી વાચા હરાઈ ગઈ છે. શું કહેવું અને શું ન કહેવું એ મને કંઈ સૂઝતું નથી. . અને આપને આટલી બધી પ્રશંસા મળી છે એ શું ઓછી છે ?”
“પણ તમારી વાણી વગર એ બધું અધૂરું લાગે છે, કવિ !” રાજા ભોજે ભાવ બતાવતાં કહ્યું.
- કવિ ગંભીર બની ગયા. એ ગંભીરતાએ સૌને ગંભીર બનાવી દીધા. અને પછી કવિના અંતરની વાણી વહેવા લાગી. કવિએ કહ્યું : “મહારાજ, એ શૂકરની વેદનાભરી મરણચીસ હજી ય મારા અંતરમાં ગુંજી રહી છે. કેવી કારમી અને કેવી હૈયાવલોવણ એ ચીસ ! નિરપરાધી પશુના અંતરમાંથી એવી વેદનાભરી ચીસને જન્માવીને અને એનો વધ કરીને આપને શું મળ્યું ? ક્ષણિક આનંદ ! થોડાંક પ્રશંસાનાં પુષ્પો ! અને આપના એ ક્ષણિક આનંદને ખાતર બિચારા શૂકરને પોતાના પ્રાણનું બલિદાન આપવું પડ્યું !”
કવિ પળવાર થોભી ગયા. સૌ સ્તબ્ધ બનીને જાણે કવિની વાણીને વાગોળી રહ્યા. પળ પહેલાંનું આનંદ અને વિનોદની રસભરી વાતોથી
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org