________________
૧૭૦Dરાગ અને વિરાગ કહેતાં શરમાતા નથી કે યજ્ઞ કરવાથી જેમ તમને સ્વર્ગ મળશે, એમ યજ્ઞમાં હોમાવાથી અમને પશુઓને પણ સ્વર્ગ મળશે ! ભોળા માનવીઓ, તમે તે કેવા ભ્રમમાં ફસાયા છો ? જાણે તમે બાવળ વાવીને
પ્રફળની આશા રાખો છો ! પણ જરા અમારાં અંતરની અપાર વેદનાને તો સમજો ! પણ તમે તો ભારે બુદ્ધિશાળી માનવી ! બુદ્ધિની લડાઈમાં અમે તમને ન પહોંચી શકીએ ! પણ અમારી એક સીધીસાદી વાત સાંભળો. અમે તમારી પાસે સ્વર્ગની ભીખ માગી નથી, અને એવા સ્વર્ગની અમારે ખેવના પણ નથી. અને જો યજ્ઞમાં હોમાનાર જીવને સાચે જ સ્વર્ગ મળતું હોય તો તમારા માતા-પિતા, ભાઈ-ભગિની કે પુત્ર-પુત્રીઓના પરિવારને એમાં હોમીને આ દુઃખી દુનિયામાંથી મુક્ત કરીને સ્વર્ગનાં અપાર સુખ-વૈભવ ભોગવવા કેમ મોકલી આપતા નથી ? તમારું સ્વર્ગ તમને જ મુબારક !' મહારાજ, આ મૂંગા પશુઓનો આવો આર્તનાદ આપ નહીં સાંભળો તો બીજું કોણ સાંભળશે ?”
બોલતાં બોલતાં કવિ ધનપાલ અંતરમાં ઊતરી ગયા. એમની વાણી થંભી ગઈ. હિંસા-અહિંસાના દ્વન્દ્રનો વિચાર કવિના અંતરમાં જાણે ઝંઝાવાત જગવી રહ્યો !
રાજા ભોજને આ પળે કવિ ખૂબ અકારો લાગ્યો. કવિનાં વેણ એને બહુ કડવાં લાગ્યાં. પોતાના ધર્મની વિરુદ્ધની વાત રાજાના ગળે શી રીતે ઊતરે ? રાજાના મુખ ઉપર અણગમો, નારાજી અને ઉગ્રતાની રેખાઓ. તરી આવી, પણ કવિની વાતનો એની પાસે કોઈ જવાબ ન હતો.
રાજાએ મૂંગા રહેવામાં જ સાર માન્યો.
કવિની કરુણા અને ખુમારીની કસોટીનો એવો જ એક બીજો પ્રસંગ આવ્યો.
એક દિવસ રાજા ભોજ વનમાં શિકારે ગયો. કવિ ધનપાલ અને બીજા કવિઓને પણ એ પોતાની સાથે લેતો ગયો. વાર્તાવિનોદ અને કાવ્યવિનોદ કરતાં કરતાં બધાં વનમાં પહોંચ્યા. પછી તો શિકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org