________________
૧૬૨ ઘેરાગ અને વિરાગ
હતો.
પણ મુનિની વાણી જાણે હવે સિવાઈ ગઈ હતી.
ભક્તોની વાતો સાંભળવાનો એમનો ઉત્સાહ આજે ઓસરી ગયો
એ કોઈ વાતનો જવાબ ન આપતા.
ધીમે ધીમે એમનું મુખ ગંભીર બની ગયું.
આંખો મીંચીને એ જાણે પોતાના અંતરમાં ઊતરી ગયા ઃ ન કશું બોલવું, ન કોઈની સામે જોવું !
ભાવિક ભક્તો તો જોઈ જ રહ્યા ઃ આજે ગુરુજીને આ શું થયું હતું ?
પણ, ઘાયલ હરણની માફક, મુનિનું મન આજે ભારે વેદના અનુભવી રહ્યું. મહામંત્રી વસ્તુપાળે તો એક પણ કડવું વેણ નહોતું ઉચ્ચાર્યું અને મુખ પર અવિવેકની રેખા પણ નહોતી દેખાવા દીધી, પણ મુનિ બિચારા મનોમન ભારે ભોંઠપ અનુભવી રહ્યા.
એમને થયું ઃ ક્યાં મારો નિર્મળ સંયમ, અને ક્યાં મારું આ અઘોર પતન ! સંયમની સીડી દ્વારા ઉપર ચડવાના વ્રતવાળો હું કેવા ઢાળમાં સપડાઈ ગયો ! મારુ આ કેવું અધઃપતન થઈ ગયું !
મુનિના ઊંઘતા આત્માને બરાબર ઠેસ વાગી ચૂકી હતી, અને વૈભવ-વિલાસની વાસનાથી શિથિલ બનેલું એમનું મન બરાબર જાગી ઊઠ્યું હતું.
યતિને થયું ઃ મહામંત્રીએ મને બોલાવ્યો છે, પણ હું શું મોઢું લઈને એમની સામે જાઉં ? આવા અસંયમ, આવા પતન અને આવી અપકીર્તિ કરતાં તો મોત સારું ! મહામંત્રીએ મને કેવા ઉત્તમ ધર્મકાર્ય માટે નીમ્યો હતો, અને હું એ કાર્યને કેવો બેવફા નીવડ્યો ! સર્યું હવે આવા અસંયમી જીવનથી !
-
અને એ મુનિવરે મહામંત્રી વસ્તુપાળને કહેવરાવી દીધું મંત્રીવર, મારું કલંકિત મોં લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત નહીં થાઉં! મારા આત્મા ઉપર લાગેલ કલંકને ધોવા ઉગ્ર તપસ્યા આદરવાની મેં પ્રતિજ્ઞા કરી છે. ભગવાન વીતરાગની સાક્ષીએ હું અનશનનું મહાતપ
www.jainelibrary.org
44
Jain Education International
For Private & Personal Use Only