________________
મહાકવિ વનપાલ
કોઈક માનવીનું મન ગુલાબના છોડ સમું હોય છેએના ઉપર સુંદર, સુગંધી, સુકુમાર ફૂલ પણ ખીલે છે અને આંગળીને વીંધી નાખે એવા તીણા કાંટા પણ ઊગે છે. ધનપાલનું હૃદય કંઈક એવું જ હતું. ભક્તિ, કરુણા અને વિવિધ રસોનું સંવેદન ઝીલીને એ કવિ બની જતું, તો સત્ય અને સ્વમાનની રક્ષા માટે એ અણનમ યોદ્ધાનું રૂપ ધારણ કરતું. ભય કે લાલચ એને ક્યારેક ચળાવી ન શકતાં. એ બાળપણથી જ ખૂબ તેજસ્વી હતો. અને ક્યારેક કોઈથી પાછા પડવાનું તો એના સ્વભાવમાં જ ન હતું. વળી સ્વમાની પણ એવો કે કદી દીનતા કે લાચારી ન દાખવે, ન અનુભવે.
માતા સરસ્વતીની એના ઉપર પૂરી મહેર હતી. બધાં શાસ્ત્રો અને બધી વિદ્યામાં એ પારંગત હતો. અને કવિતામાતા તો એના ઉપર એવાં પ્રસન્ન રહેતાં કે એ બોલે ત્યારે જાણે કાવ્યગંગા વહેવા લાગે, અને લખવા બેસે તો રસસાગરમાં ભરતી આવે. રમતવાતમાં મધુર કાવ્ય રચીને એ ભલભલાનાં દિલ ડોલાવી દેતો અને મન જીતી લેતો !
આમ ધનપાલ પંડિત પણ હતો અને કવિ પણ હતો. વખત આવ્યે કડવું સત્ય બોલવામાં પણ એ પાછો ન પડતો અને સત્યપ્રિય પણ એટલો જ. કોઈની પણ વાત સાચી લાગે તો એનો સ્વીકાર કરવામાં એને વાર ન લાગે, પોતાની વિદ્યાના ગર્વને અને પોતાના અહંકારને ગાળી નાખીને એ સાચી વાતનો સ્વીકાર કરે ત્યારે જ એને જીપ વળે. એવો તો એ વિનમ્ર અને વિવેકી હતો.
પોતાના ધર્મનું અને પોતાના પાંડિત્યનું એને મન ભારે ગૌરવ. વર્ષે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણધર્મના બધા આચારવિચાર પાળવામાં હંમેશ ખબરદાર રહે અને ધર્મકર્મનો પણ પૂરેપૂરો આગ્રહ રાખે.
એના પિતા સવદવ પણ વિદ્યાપરાયણ અને ભારે ક્રિયાકાંડી બ્રાહ્મણ હતા. એમનું કુટુંબ અવંતિ દેશની રાજધાની ધારાનગરીમાં
રહેતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org