________________
પતન અને ઉત્થાન B ૧૫૯ એમને એ સાધુ આંખના કણાની જેવા અકારા થઈ પડ્યા. એમને તો હંમેશાં એક જ વિચાર આવ્યા કરતો : કોઈ રીતે આ ઉપાધિ ટળે ! અને એમણે પોતાની મોહક માયજાળ બિછાવવા માંડી.
એક દિવસ આવા બગભગતોએ ભેગા થઈને પેલા મુનિવરને લાગણીભર્યા સ્વરે વિનંતી કરી ? “ મહારાજ, આપ તો કેવા મોટા તીર્થના રખેવાળ ! આપને મળવા તો મોટા મોટા શેઠશાહુકારો અને રાવ-રાજાઓ આવે. આપને આવાં મેલાં, ફાટેલાં ગાભા જેવાં વસ્ત્રો તે શોભે ? મોભા પ્રમાણે તો વસ્ત્રો જોઈએ ને ! એમાં ક્યાં સંયમમાં દૂષણ લાગી જવાનું છે ?”
ક્યારેક પ્રતિકૂળ ઉપસર્ગની સામે ટકી રહેવું સહેલું હોય છે, પણ અનુકૂળ ઉપસર્ગનો પ્રતિકાર કરવો મુશ્કેલ બની જાય છે.
મુનિ મૌન રહ્યા, અને ભક્તોએ એમની કાયાને સુંદર વસ્ત્રોથી મઢી દીધી !
વળી એક દિવસ એમણે કહ્યું : “આપને તો મોટા મોટા હોદ્દેદારો અને ઠાકોર સાથે વાત કરવી પડે, ત્યારે મોંમાંથી કંઈક સુગંધ તો ફોરવી જોઈએ ને ?”
અને એમણે યતિના મુખમાં સુગંધી મસાલાઓથી ભરપૂર તાંબૂલ મૂકી દીધું !
મુનિ બિચારા હજી ય માનતા રહ્યા કે મારે આમાં શી લેવાદેવા ? મારે તો કર્તવ્યની દૃષ્ટિએ આ બધું અનિચ્છાએ કરવું પડે છે ! બાકી હું તો આ બધાથી સાવ અલિપ્ત અને અનાસક્ત છું !
એક દિવસ લાગ જોઈને ભક્તોએ કહ્યું : “ગુરુજી, આપના માથે મહાતીર્થનાં કામોનો કેટલો મોટો ભાર છે ! અને એમાં આપનો કેટલો બધો સમય ચાલ્યો જાય છે ! આપને તો એ માટે ઊંઘ અને આરામ પણ આઘાં મૂકવાં પડે છે. એમાં વળી આવી પદ્ધ ઉંમર અને ઘેર ઘેર ફરીને ભિક્ષા માગી લાવવાની ! કેટલો કાળક્ષેપ અને કેટલી મુસીબત ! આપને તો ગમે તેમ કરીને શરીરને ભાડું જ આપવાનું છે ને ? એ માટે આટલી બધી ઉપાધિ શી ? અહીં પાસે જ રસોઈ થાય છે એ આપ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org