________________
પતન અને ઉત્થાન
કાળા માથાના માનવીએ કેવી કેવી કરામતો કરી છે, કેવાં કેવાં સાહસો ખેડ્યાં છે, કેવી કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે !
એ પુરુષાર્થ, સાહસ અને શૂરાતનને માર્ગે ચડે તો દુનિયામાં ન થઈ શકે એવું કોઈ કામ એને મન રહેતું નથી; ધાર્યું કામ પૂરું કરીને જ એ જંપે છે – ભલે પછી એમ કરતાં એને યમરાજના ઘરના કેડા ખેડવા પડે ! - જ્ઞાનની ઉપાસનામાં લીન બનેલા માનવીઓ, માતા સરસ્વતીના લાડકવાયા બનીને, જાણે પોતે જ્ઞાનગંગાનો ભગીરથ હોય એમ. ધરતીને જ્ઞાનગંગાથી પાવન કરી છે. એ જ્ઞાનગંગા એના પોતાના આત્માને ઉજાળે છે, અને જગતને સાચનો રાહ બતાવીને એના મેલને પખાળે છે.
વિજ્ઞાનના ભેદ પામવા મથનાર માનવી કેટકેટલી શોધો કરે છે, કેટકેટલી સિદ્ધિઓ પ્રગટાવે છે ! એ માટે એ આકાશના ભેદ લેતાં, ધરતીના છેડા શોધતાં કે પાતાળનાં પડ ભેદતાં ય પાછો પડતો નથી.
માનવી ધનની પાછળ પડ્યો તો ધનના ઢગલા ઊભા કરતાં એને વાર લાગતી નથી – જાણે લક્ષ્મીજી એનાં દાસી બનીને રહે છે !
પણ આ બધાં ઉપરાંત જ્યારે માનવી, દુનિયાની આવી આવી સિદ્ધિઓની આળપંપાળથી અળગો થઈને, પોતાની જાતની, પોતાના આત્માની, પોતાના પરમાત્માની કે પોતાના ઇષ્ટદેવની શોધને માર્ગે વળે છે, ત્યારે તો વળી એની શક્તિઓ કોઈ જુદી જ રીતે ખીલી ઊઠે છે. એનો પુરુષાર્થ પોતાની જાતના ભેદ લેવામાં ચરિતાર્થ થાય છે, એની સાધના
જીવનશુદ્ધિને માર્ગે આગળ વધે છે. અને એની સિદ્ધિ આત્માને પિછાનીને પરમાત્માને સાક્ષાત્કાર કરવામાં – આત્મામાં પરમાત્મભાવ પ્રગટાવવામાં - પૂર્ણ થાય છે. નરમાંથી નારાયણ બનવાનો આ જ રાજમાર્ગ !
એવા જ એક આત્મસાધક યતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org