________________
૧૫૦ ઘેરાગ અને વિરાગ
ટીલા શ્રાવકનું પણ આજે એમ જ થયું. એનું મન આજે કહ્યું કરતું
ન હતું.
એને તો થતું હતું કે કેમ કરીને ઇન્દ્રોત્સવની આ પુષ્પમાળા મારા કંઠમાં પડે ? એના દિલને તો આજે કેવળ એ વાતની જ રઢ લાગી હતી.
46
પળવાર તો પોતાના વિચારથી એ પોતે જ સ્તબ્ધ બની ગયો, પણ પછી જાણે પોતાના મન સાથે નક્કી કર્યું હોય એમ એ સાબદો થઈ ગયો, અને ભારે ભીડ વચ્ચે ઊભો થઈને કરગરી રહ્યો : અરે ભાઈ, મને જરા આગળ જવા દો ! મારે ય બોલી બોલવી છે ! મારે ય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે ! મારા પર દયા કરો, મને વચ્ચે પહોંચવાનો મારગ આપો !
ય
??
માનવમેદની પણ અચંબામાં પડીને પળવાર આવા દરિદ્રતાના અવતાર સમા માનવીની સામે જોઈ જ રહી, પણ કોઈએ મારગ ન આપ્યો.
બાપડો ટીલો ફરી કરગરી રહ્યો. ત્યાં મહામંત્રીની નજર એના ઉપર પડી. એમણે જોયું કે એક ભોળો ભક્ત ભગવાનની ભક્તિ માટે આગળ આવવા ઇચ્છે છે.
અને એમણે હાથથી ઇશારો કરીને ટીલા શ્રાવકને પોતાની પાસે બોલાવી લીધો.
44
ટીલાએ વિનંતી કરતાં કહ્યું : “મહામંત્રીજી, મારા પર કૃપા કરો ! મારી પાસે જે કંઈ છે તે સર્વસ્વ આજે હું પ્રભુના ચરણે સમર્પણ કરું છું ! એક પાઈ પણ પાસે રાખું તો મને મારા ઇષ્ટદેવના સમ ! એ સ્વીકારો અને ઇન્દ્રોત્સવની આ પુષ્પમાળા આજે મને પહેરાવો !”
મંત્રીશ્વર પળવાર વિમાસી રહ્યા ઃ ક્યાં આ માળા માટેના લાખો દ્રમ્મના બોલ, અને ક્યાં આ સાવ ગરીબ લાગતા ધર્મી જનનું અર્પણ !
પણ તરત જ મંત્રીશ્વરે જાણે પોતાના મન સાથે નક્કી કર્યું : લાખો દ્રમ્મોની બોલી બોલનારા તો પોતાની પાસે કરોડોની મત્તા રાખીને જ અર્પણ કરવા માગતા હતા. એમને મન તો એ અર્પણ સોપારીના ટુકડા બરોબર હતું. બીજાનું તો ઠીક પણ મારું પોતાનું અર્પણ પણ એથી વધે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International