________________
ભાવનાનાં મૂલ [ ૧૪૯
બોલી લાખો દ્રમ્પ સુધી પહોંચી ગઈ. ભગવાનની ભક્તિની ભાવના આગળ આજે લાખો દ્રમનું જાણે કોઈ મૂલ નહોતું. સૌને એમ કે ધન ચાહે તેટલું પ્રભુચરણે સમર્પણ થાય, પણ એ માળા હું ધારણ કરેઆવો અવસર ક્યાં વારંવાર મળવાનો છે ? ત્યાં ભાવનાનું પૂર વહી નીકળ્યું
હતું.
રંગ તો ત્યાં એવો જામ્યો હતો કે કોઈ પાછું પડવા માગતું ન હતું.
ત્યાં દૂર દૂર ખૂણામાં એક માનવી ઊભેલો. મેલાંઘેલાં એનાં કપડાં, અને ગામડિયા જેવા એના દેદાર. મોઢા ઉપર ન કોઈ તેજ કે દેહ ઉપર ન કોઈ ઓજસ ઃ સાવ ભલો ભોળો આદમી !
એના અંતરમાં આજે લાગણી અને ભાવનાનું પૂર ઊમટ્યું હતું. એને થયું કે આ ઈન્દ્રમાળા આજે હું મેળવી શકું તો ? પણ હું તો છું સાવ ગરીબ ! મોટામોટાની વચ્ચે મારી તો વાત પણ કોણ સાંભળે ? આ તો દરિદ્રના મહા-દાની થવાના કે પાંગળાના પર્વત પર ચઢવાના મનોરથ ! એ સફળ કેવી રીતે થાય ?
ગિરિરાજ શત્રુંજયની છાયામાં એક નાનું સરખું ગામડું ટિમાણક ( ટિમાણું) એનું નામ. ત્યાંના રહેવાસી આ શ્રાવક, નાતે શ્રીમાળી અને ટીલો એનું નામ બહુ ભોળો અને ધર્મપરાયણ.
પણ ગરીબ એવો કે જાણે સુદામાનો અવતાર ! ક્યારેક સવારે ખાવા પામે તો સાંજે અન્નના વાંધા. કુટુંબ આખું ગરીબીમાં દિવસો વિતાવે. એ ઘીનો વેપાર કરે અને જે બે પૈસા મળે એનાથી પોતાનો અને કુટુંબનો ગુજારો ચલાવે. પણ એ ન કોઈ દી પ્રભુને ભૂલે કે ન કદી પોતાના ઈષ્ટદેવને દોષ દે !
એ પોતાને ગામથી આજે ઘી વેચવા અહીં આવી ચડેલો. સંઘ આવ્યાના ખબર સાંભળી એ ગિરિરાજ ઉપર ગયો. એણે ભાવથી પ્રભુનાં દર્શન કર્યા અને રંગમંડપમાં આવીને ઊભો રહ્યો.
માનવી ગરીબ હોય કે તવંગર, પણ એનું મન એવાં કોઈ બંધનો સ્વીકારતું નથી. એ તો ન માલૂમ કેવા કેવા મનોરથ કરે છે, કેટકેટલે ઊંચે ઊડે છે, અને શુંનું શું કરવાનાં સ્વપ્ન સેવે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org