________________
૧૫૬ ઘેરાગ અને વિરાગ
કામણ કરી ગઈ.
એમણે વિચાર્યું : શત્રુંજયના વહીવટ માટે આવો જ કોઈ નિઃસ્પૃહીં માનવી જાય તો ? જેને મન ધન ઢેફા જેવું અને સંપત્તિ તણખલાની તોલે હોય ! તો એ મહાતીર્થનો વહીવટ આદર્શ બની જાય, દેવધનનો નાશ અટકી જાય, અમારા માથેથી મોટી ચિંતા દૂર થઈ જાય અને શ્રીસંઘ એ આશાતનામાંથી ઊગરી જાય !
—
પછી મહામંત્રીએ પોતાના મનની વાત પોતાના ગુરુ પાસે રજૂ કરતાં કહ્યું : ગુરુદેવ, દેવધનનો વિનાશ થતો હોય તો એની ઉપેક્ષા કરવી સારી કે એની રક્ષા માટે પ્રયત્ન કરવો સારો ? ”
46
પ્રશ્ન સાવ સીધો અને સરળ હતો, અને ગુરુને મહામંત્રીના મનની વાત જાણવી હજી બાકી હતી. ગુરુએ તરત જ કહ્યું : મહાનુભાવ, આવો પ્રશ્ન તે વળી પૂછવાનો હોય ? દેવધનની તો પ્રાણ આપીને પણ રક્ષા જ કરવાની હોય ને ?”
k
તો ગુરુદેવ, મારી એક વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરો. ” ગુરુ અને મુનિવરો કુતૂહલથી વિચારી રહ્યા : આમાં વળી વિનંતી કરવા જેવું શું હશે ?
ગુરુએ કહ્યું : “ જે હોય તે ખુશીથી કહો. ”
'
મહામંત્રીએ કહ્યું : “ મહાતીર્થ શત્રુંજયનો વહીવટ કથળી રહ્યો છે. જે આવે છે તે એના દેવધનનો ભક્ષક બનીને પોતાની જાતને અને તીર્થને નુકસાન કરે છે. આ દોષ સત્વર દૂર કરવાની જરૂર છે. અને એમાં મને આપની સહાયની જરૂર છે.
"
વિજયસેનસૂરિ વિમાસી રહ્યા : આ કામ તો ગૃહસ્થોનું; એમાં વળી અમે શું સહાય કરી શકવાના હતા ? પણ મંત્રી વસ્તુપાળ વિચારીને બોલનાર શાણા પુરુષ હતા, એટલે એમની વાત અર્થ વગરની તો કેમ હોય ?
:
વસ્તુપાળે મુખ્ય વાત તીર્થાધિરાજના વહીવટ માટે ધર્મભાવનાશીલ માણસ મળે તો જ કામ ચાલે એમ છે. અને આ માટે
સ્પષ્ટ કરતાં કહ્યું પ્રામાણિક, નીતિપરાયણ અને
ગુરુદેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org