________________
૧૩૬Dરાગ અને વિરાગ
થોડા વખતમાં જ એમણે રાજ્યને આબાદ અને શક્તિશાળી બનાવી દીધું.
દેવી અનુપમાના શાણપણે રાજા અને મંત્રી બંનેને નચિંત બનાવી એકરસ બનાવી દીધા.
એક વાર ખબર આવ્યા કે ગોધકપુરનો ઘુઘેલ માથાભારે બની ગયો છે, અને લૂંટારૂનો ધંધો લઈ બેઠો છે. કોઈ વેપારીનો વેપાર સલામત નથી. કોઈ વણઝારાની વણઝાર પણ સુરક્ષિત નથી. એ તો મન ફાવે તેને રંજાડે છે, મન ફાવે તેને લૂંટે છે અને મનફાવે તેનો વધ પણ કરે છે.
રાજા વિરધવલે એને આવાં કાર્યો બંધ કરવા કહેણ મોકલ્યું તો ઘુઘૂલે ઉપરથી રાજાને માટે કાજળ અને કાંચળીની ભેટ મોકલી !
વિરધવલને આ અપમાન હાડોહાડ લાગી ગયું. રાણી જયતલદેવી પાસેથી દેવી અનુપમાને આ વાતની ખબર પડી. એને થયું કે આ તો રાજ્યભક્તિનો ખરેખરો અવસર ! આમાં તો રાજ્યની આબરૂ ય સચવાશે અને પ્રજાના જાનમાલની રક્ષા પણ થશે. આવો અવસર કેમ ચૂકાય ?
વરધવલે મંત્રી તેજપાલની સલાહ માગી : “આ માટે કોને મોકલીએ ? આ દુશ્મનને તો તરત જ ડામવો ઘટે.”
મંત્રી પણ વિચારમાં પડી ગયા : “આવા બેફામ બનેલા વૈરીને કેવી રીતે નાથવો ? ” આ વાત નીકળતાં અનુપમાદેવીએ કહ્યું : “આમાં વિચારવાનું શું ? આ તો રાજ્યનું લૂણ હલાલ કરવાનો પ્રસંગ, એમાં બીજાને મોકલે ન ચાલે; આમાં તો શૂરાતન અને બુદ્ધિબળ બેય જોઈએ. એટલે આ તો આપનું જ કામ ! ”
તે દિવસે મંત્રી તેજપાળને અનુપમાદેવીનાં નવા રૂપે દર્શન થયાં. એ સમજ્યા કે અનુપમા એ જેમ શાણી વણિકપુત્રી છે, એમ એનામાં ક્ષત્રિયાણીનું વીરત્વ પણ ભર્યું છે. નહીં તો પોતાના પતિને રણવાટે વિદાય આપવાની કોણ હામ કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org