________________
ભાવનાનાં મૂલ ` ૧૪૩
એમણે લોકસેવા માટે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ તૈયાર કરાવવા જેવા સેંકડો કામો કર્યાં હતાં.
અને બધા ય ધર્મ તરફનો એમનો આદર પણ એવો હતો કે એમણે જેમ જિનમંદિરો ચણાવ્યાં હતાં તેમ શિવમંદિરો પણ બંધાવ્યાં હતાં; અને એટલું જ શા માટે ? યવન ગણાતા મુસલમાનો માટે મસ્જિદ સુધ્ધાં ચણાવી આપી હતી !
એ બંને ભાઈ બુદ્ધિ, બળ અને ધનના સ્વામી; પણ બધાં ય કામોમાં એમની સલાહકાર એક જાજરમાન નારી. અનુપમાદેવી એનું નામ. મંત્રી તેજપાળની એ ધર્મપત્ની. હૃદયની નિર્મળતા, મનની ઉદારતા અને બુદ્ધિચાતુરીમાં એ સાચે જ અનુપમ હતી. અનુપમાના બોલનો બંને ભાઈને મન ભારે તોલ હતો. જાણે કોઈ કુલતારિણી દેવી એમને ત્યાં અનુપમા રૂપે આવી હતી.
જરૂર પડતી ત્યારે બંને ભાઈ કુરુક્ષેત્ર જેવું રણક્ષેત્ર ખેડવામાં મોખરે રહેતા, અને શાંતિનો વખત હોય ત્યારે ધર્મક્ષેત્રનું શરણ શોધતા. ગુજરાતમાં આવો જ સુખ-શાંતિ અને આબાદીનો સમય પ્રવર્તતો
હતો.
એક દિવસ મહામંત્રી વસ્તુપાળ ધર્માગારમાં આચાર્ય નરચંદ્રસૂરિ પાસે બેઠા હતા. રસભરી ધર્મચર્ચા ચાલી રહી હતી. મંત્રીશ્વર ઉપર વિદ્યા દેવીની પણ કૃપા હતી. શાસ્ત્ર વાર્તા અને વિદ્યા-વિનોદમાં એ બીજું બધું વીસરી જતા. તીર્થયાત્રા તરફ મંત્રીશ્વરને ભારે પ્રીતિ. સમય મળે કે યાત્રા કરવાનું ન ચૂકે.
ગુરુ સાથે ધર્મવાર્તા કરતાં કરતાં એમને થયું ઃ મોટા સંઘ સાથે શત્રુંજય અને ગિરનાર જેવાં મહાતીર્થોની ફરી યાત્રા કરી શકાય તો કેવું સારું !
અને તરત જ એમણે નિર્ણય કર્યો, ભાઈ તેજપાળ અને અનુપમાદેવીને પૂછી લીધું, અને પછી આચાર્યશ્રીને વિનંતી કરી : “ ગુરુદેવ ! મને સંઘપતિપદના આશીર્વાદ આપવાનો અનુગ્રહ
કરો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org