________________
કલ્યાણગામી દાંપત્ય – ૧૪૧
આંખનાં આંસુ તો સુકાતાં જ ન હતાં.
એક દિવસ અનુપમાથી છુટકારો મેળવવા રઘવાયા બનીને રુદન કરનાર મંત્રી તેજપાળ આજે પત્નીના વિયોગમાં ઝૂરી રહ્યા હતા. અનુપમાદેવીનું જીવન અને મૃત્યુ કૃતાર્થ બની ગયું.
બધા મંત્રી તેજપાળને બહુ બહુ રીતે સમજાવે છે; પણ એનું મન કોઈ રીતે માનતું નથી. એને મન તો આખો સંસાર સૂનો બની ગયો છે. એનું અંતર અનુપમા... અનુપમા... અનુપમાના નામના જ પડઘા પાડી રહ્યું છે.
એ પડઘા જાણે તેજપાળ અને અનુપમાના અનુપમ દાંપત્યની પ્રશસ્તિ બની ગયા.
એ કલ્યાણગામી દાંપત્યે ગુજરાતનું ગૌરવ વધાર્યું અને કંઈક જીવોનું કલ્યાણ કર્યું.
ધન્ય એ વિરલ દાંપત્ય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org