________________
૧૪૦ Bરાગ અને વિરાગ એમણે આવીને શોભનને પૂછયું : “શોભનદેવ, તમે વાત કરતા હતા ? ”
પણ પછી તો શોભનને જવાબ દેવાની જરૂર ન પડી. વચ્ચેથી અનુપમાદેવીએ જ વાત ઉપાડી લઈને કહ્યું : “ સ્વામી ! દિવસ અને રાતનું કામ કરનાર જુદા જુદા શિલ્પીઓ રાખો; બધાને પૌષ્ટિક અને રુચિકર ભોજન મળી રહે એ માટે ભોજનાલય ચાલુ કરો, બધા શિલ્પીઓના શરીર સ્વસ્થ અને સ્કૂર્તિવાળાં રહે એ માટે એમને મર્દન અને સ્નાન કરાવનાર માણસો રોકો, અને બધાને પૂરતું વેતન આપો. આ તો દેવમંદિરનું કામ ! કોઈનું મન દુભાય એવું કંઈ પણ ન થવું ઘટે ! જેમાં સૌ રાજી એમાં જ દેવ રાજી ! ”
મંત્રી તેજપાળ તો અનુપમાદેવીની આ ઉદારતા, ધર્મપરાયણતા અને દીર્ઘદૃષ્ટિને અભિનંદી રહ્યા. આવી ઘરનાર મેળવવામાં એ ધન્યતા અનુભવી રહ્યા.
તરત જ અનુપમાદેવીની સૂચનાઓનો અમલ કરવામાં આવ્યો અને થોડાક વખતમાં જ આબુગિરિરાજ ઉપર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂસિગવસહી નામે મનોહર, કળામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર થઈ ગયો.
મહામંત્રી વસ્તુપાળના મનોરથ સફળ થયા.
વખત પાકે અને પાંદડું ખરી પડે. .
પોતાનો સમય થઈ ગયો અને અનુપમ અનુપમાદેવી સૌને વિલાપ કરતાં મૂકીને, અનુપમ માર્ગે ચાલ્યાં ગયાં !
રાજદરબાર જેવું ભર્યુંભાદર્યું ઘર એમના વગર સૂનું સૂનું બની ગયું. જાણે કુટુંબનો આત્મા જ ઊડી ગયો હતો !
મહામંત્રી વસ્તુપાળને તો પોતાની એક બાંય કપાઈ ગયા જેવી વેદના થઈ.
અને મંત્રી તેજપાળના શોક અને સંતાપને તો કોઈ સીમા જ ન રહી. એને તો અનુપમા વગરનું જીવન જ અકારું થઈ પડ્યું. એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org