________________
કલ્યાણગામી દાંપત્ય I ૧૩૯ વસ્તુપાળ તો આ માટે જાણે અધીરા બની ગયા હતા રખે ને જિંદગી પૂરી થાય અને આદર્યાં અધૂરાં રહી જાય ! કાચા કાયાકુંભનો શો ભરોસો ?
:
એ તો રોજ તેજપાળને પૂછ્યા જ કરે છે. એક દિવસ એમને થયું અહીં બેઠા બેઠા વાતો કર્યે કામ નહીં થાય. અને એમણે તેજપાળને જાતે ત્યાં જઈને તપાસ કરવા અને કામમાં ઢીલ કેમ થાય છે તેનું કારણ શોધવા આજ્ઞા કરી. સાથે સલાહ-વિચારણા માટે અનુપમાદેવીને પણ લઈ જવા કહ્યું.
મહામંત્રીને અનુપમાદેવી ઉપર ભારે આસ્થા હતી. બંને તરત જ આબુ પહાડ ઉપર જઈ પહોંચ્યાં.
તેજપાળે જોયું કે આટલા બધા દિવસો ગયા, અને હજી તો માત્ર મંદિરનો ગર્ભમંડપ જ તૈયાર થયો હતો. આ રીતે કામ ચાલે તો એ ક્યારે પૂરું થાય ? આનો ઉપાય શું કરવો એની ચિંતામાં જ એ તો ડૂબી ગયા. એક દિવસ મંત્રી તેજપાળ મંદિરમાં પ્રભુની પૂજા કરતા હતા, અને બહાર ‘અનુપમાદેવી’ મુખ્ય શિલ્પકાર શોભનની સાથે વાત કરતાં હતાં. એમને પણ પોતાના જ્યેષ્ઠ વસ્તુપાળની ઇચ્છા વિના વિલંબે પૂરી કરવાની ભારે ચિંતા રહેતી હતી.
એમણે શોભનને આટલા વિલંબનું કારણ પૂછ્યું.
શોભનને પણ લાગ્યું કે હવે મન મૂકીને વાત કરવાનો વખત આવી પહોંચ્યો છે. એણે કહ્યું ઃ “ સ્વામિની ! આ પર્વત ચડવો બહુ આકરો . છે. સવારે ટાઢને લીધે શિલ્પીઓ કામ કરી શકતા નથી. કામ જરાક શરૂ કર્યું ન કર્યું ત્યાં બધા ભૂખ્યા થઈ જાય છે અને રાંધવાના કામમાં પડી જાય છે. ખાધું ન ખાધું અને કામે વળગ્યાં ત્યાં તો પાછી સાંજની ટાઢ હાથ-પગ અને હાડને થીજવી નાખે છે. એમાં વળી ખાવાનું પણ રસકસ વગરનું – જેવો પગા૨ મળે, એવો જ ખોરાક મળે ને ! આ બધાને લીધે કામમાં ઢીલ થયા કરે છે. અને એમાં ધાર્યો વેગ આવી શકતો નથી.”
અનુપમાદેવી તરત જ વાતનો મર્મ પામી ગયાં.
મંત્રી તેજપાળ પૂજા કરતા કરતા આ વાત સાંભળતા હતા.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only