________________
૧૩૮ રાગ અને વિરાગ
બધું ઘી મંત્રીના શરીર ઉ૫૨ !
મંત્રીજીનાં કપડાં અને આખું શરીર ઘીથી તરબોળ થઈ ગયાં ! એ તો રાતાપીળા થઈ ગયા. એમને ઘી ઢોળાયાનું અમંગળ થયું લાગ્યું. પણ અનુપમાદેવી એ હસીને કહ્યું : “ આમાં આકળા થવાનું શું કારણ છે ? આવો ધૃત-અભિષેક તો માગ્યો ય ન મળે !”
મંત્રી તેજપાળ શરમાઈ ગયા.
*
એક દિવસ ગુરુ નાગેને મહામંત્રી વસ્તુપાળ અને તેજપાળ પાસે અર્બુદ(આબુ)તીર્થનું માહાત્મ્ય વર્ણવ્યું, અને મંત્રી વિમળ શાહે બંધાવેલ જિનપ્રસાદનાં ખૂબ વખાણ કર્યાં.
લીધી.
#
મંત્રી વસ્તુપાળ હવે વૃદ્ધાવસ્થાની નજીક પહોંચ્યા હતા. એમણે વિચાર્યું ઃ અત્યાર સુધી અઢળક ધન કમાયા અને સુકૃત્યોમાં એનો વ્યય પણ ઘણો કર્યો; પણ હજી સ્વર્ગવાસી મોટા ભાઈ લૂણિગનું નામ અમર કરવું બાકી છે. એના નામની એક વસહિકા (મંદિર) અર્બુદગિર ઉપર બંધાવીને ધન અને જન્મ બંને સફળ કરીએ.
મંત્રીએ તેજપાળને વાત કરી. તેણે તરત જ એ વાતને વધાવી
અનુપમાદેવીને પૂછ્યું તો એ તો રાજીરાજી થઈ ગયાં.
અને તરત જ નિર્ણય લેવાઈ ગયો. પછી તો વાર શી હતી ? એ કામને પૂરું કરવાની જવાબદારી તેજપાળને સોંપવામાં આવી, એમાં સાથે અનુપમાદેવી તો ખરાં જ.
વડીલ ભાઈની આશા અને આવું ધર્મકાર્ય, એટલે મંત્રી તેજપાળ તરત જ ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવને મળ્યા અને શુભ મુહૂર્તે મંદિરના કામનો આરંભ થઈ ગયો.
Jain Education International
મંદિર પણ એવું બનાવવું કે કળાદેવી ત્યાં સાક્ષાત્ અવતાર ધારણ કરે, અને જોનાર બે ઘડી જોઈ રહે !
કામ શરૂ તો થયું, પણ એમાં ધારી ઝડપ ન આવી. મહામંત્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org