________________
૧૩૪ રાગ અને વિરાગ
વસ્તુપાળના અંતરમાં આ વાત વસી ગઈ. તેજપાળ તો અનુપમાના આવા નિર્લોભી શાણપણથી રાજીરાજી થઈ ગયો.
હવે ધનને ધરતીમાં ભંડારવાની વાત ન હતી. એમને ખાતરી થઈ કે આપણા ધનનું શું થશે કે એને કોઈ લૂંટી લેશે, એની ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્ય અત્યારે પાંશ છે.
અને એ ધનથી શત્રુંજય અને ગિરનાર ઉપર અનેક મનોહર મંદિરોની રચના કરવામાં આવી.
માતા, પિતા અને ભાઈ માદેવનાં નામ અમર બની ગયાં.
*
ધવલપુર (અત્યારનું ધોળકા)ના રાજા વીરધવલ પાસે પુરોહિત સોમદેવનું ભારે માન. રાજાને જરૂર પડે ત્યારે એ આ પુરોહિત પાસે પોતાનું હૈયું ઉઘાડું મૂકે.
છેલ્લાં કેટલાંક વરસથી રાજ્ય મુસીબતમાં સપડાયું હતું, સામંતો ગાંઠતા નહોતા અને ઘરમાં પણ કંકાસ જાગ્યો હતો. શું કરવું એ રાજા વીરધવલને સમજાતું ન હતું.
એમાં વસ્તુપાળ અને તેજપાળ યાત્રા કરીને પાછા ફરતા ધવલક્કપુરમાં આવી પહોંચ્યા. એમને પોતાનું ભાગ્ય અજમાવવા માટે આ નગર ગમી ગયું, અને એ ત્યાં રોકાઈ ગયા.
ધીમે ધીમે સોમદેવ સાથે એમને ઓળખાણ થઈ. અને પછી તો એમની વચ્ચે મિત્રતાની ગાંઠ બંધાઈ ગઈ.
એ બંને ભાઈઓની ચાણક્ય જેવી બુદ્ધિ જોઈને એક વાર સોમદેવને થયું; રાજ્યની લગામ આ બે બંધુઓને સોંપવામાં આવે તો બધી બાજી ઠેકાણે આવી જાય.
પુરોહિતે રાજા વીરધવલને વાત કરી. વીરધવલને એ વાત ગમી ગઈ. પછી સોમદેવે તેજપાળને પૂછ્યું તો એણે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું.
20%
તેજપાળે અનુપમાને વાત કરી તો એણે સલાહ આપી : આ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org