________________
૧૩૨ રાગ અને વિરાગ ઉપાસના ચાલુ જ હતી. છેવટે તેજપાળ પણ અનુપમાને સમજતો થયો. દેહના સૌંદર્યની ઘેલછાને અનુપમાએ અંતરના સૌંદર્યથી જીતી લીધી. તેજપાળને થયું કે આ તો કુલતારિણી દેવી છે ! આખા ઘરનો કારભાર એકલે હાથે ચલાવી શકે તેવી આ સ્ત્રીશક્તિ છે ! અનુપમા તો સાચે જ અનુપમા છે ? એનો જોટો મળવો મુશ્કેલ છે. અને બંનેના જીવ મળી ગયા.
- હવે તેજપાળને લાગ્યું કે જ્ઞાની ગુરુએ કંઈ અમસ્થા અમારા જોષ નહીં જોયા હોય.
દેવી અનુપમાની ધીરજ સફળ થઈ. જાણે વિધાતાએ શૂરાતનને શાણપણની સાથે જોડી દીધું ! તેજપાળ અનુપમાનું અર્ધાગ બની ગયો. એ બંને એકરૂપ થઈને આદર્શ દંપતી બની ગયાં.
એ દાંપત્ય ગુજરાતનું ગૌરવ વધારનારું અને કંઈક માનવીઓનું કલ્યાણ કરનારું બની ગયું.
અનુપમાના પગલે પગલે જાણે લક્ષ્મી આવવા લાગી.
વસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈ ભારે બુદ્ધિશાળી અને મહેનત કરવામાં કદી પાછા ન પડે એવા. ધીમે ધીમે મહેનત સફળ થવા માંડી, અને પાસે બે પૈસાનો જીવ પણ થયો !
- સુહાલપુરમાં પિતા અશ્વરાજ (આસરાજ) તો ક્યારના વિદેહ થયા હતા. અને હવે તો દળણાં દળીને દીકરાને ઉછેરવા જેવા દુઃખના દહાડા કાઢનાર માતા કુમારદેવી પણ માંડળમાં સ્વર્ગવાસી થયાં, એટલે બંને ભાઈને થયું, હવે ભાગ્ય અજમાવવા બહારગામ જઈએ.
પણ સૌને થયું કે આ કમાણી માટે પુરુષાર્થની યાત્રાનો આરંભ કરીએ એ પહેલાં દેવાધિદેવનાં દર્શન માટે તીર્થયાત્રા કરીએ તો સારું ; અને બંને ભાઈઓએ, ગુરુના ઉપદેશ પ્રમાણે શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો.
જે કંઈ થોડી સંપત્તિ ભેગી થઈ હતી એ સાથે લઈને આખું કુટુંબ યાત્રા કરવા રવાના થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org