________________
૧૩૦Dરાગ અને વિરાગ (પાવલી)નો ભોગ ચડાવીને નૈવેદ્ય કરીશ !”
પણ યુવાનની બધી મથામણ નકામી ગઈ, એની બાધા-આખડી પણ ફોક ગઈ અને પેલા ક્ષેત્રપાળે એની પ્રાર્થના કાને ન ધરી. એનું સગપણ કાયમ રહ્યું, ભાવિના લેખ મિથ્યા ન થયા અને કચવાતે મને એને અનુપમાં સાથે લગ્ન કરવાં પડ્યાં !
એ યુવાનનું નામ તેજપાળ; ગુજરાતના એક કાળના મહામંત્રી વસ્તુપાળના એ નાના ભાઈ !
ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા જ્યારે પ્રકાશી રહી હતી, એવો એ વિક્રમના તેરમા સૈકાનો વખત.
ગુજરાતના ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડી હજી ઊગીને ઊભી થતી હતી. એમની કારકિર્દીનું હજુ પહેલું પ્રભાત ઊઘડતું હતું.
એવા સમયે અનુપમા પરણીને સાસરે આવી. એનો વાન પણ ભીનો; અને એનો ઘાટ પણ નમણો ન કહેવાય એવો ! રૂપની દેવીએ જાણે એને પોતાની કૃપાથી વંચિત રાખી હતી.
તેજપાળ પરણ્યો તો ખરો, પણ એ આઘો આઘો જ રહેવા લાગ્યો. એના અંતરમાં પોતાની ઘરનારને માટે કોઈ પ્રેમની સરવાણી જ ન જન્મી. અનુપમા પાસે જવું એને જાણે અકારું થઈ પડતું.
અનુપમનું રૂપ તો ભલે ગમે તેવું હતું, પણ એની બુદ્ધિ અને એના હૃદય ઉપર પ્રભુની મોટી મહેર હતી.
બુદ્ધિમાં તો એ જાણે સરસ્વતીનો જ અવતાર હતી. કોઈ પણ વાતની ગૂંચ ઉકેલવામાં એને જરા ય વાર ન લાગતી. જાણે જન્મની સાથે જ એને હૈયાઉકલત સાંપડી હતી.
અને એનું હૈયું તો જાણે દરિયા જેવું વિશાળ હતું. ન એમાં કોઈના પ્રત્યે રોષ કે ન કોઈના તરફ રીસ. એમાં તો હંમેશાં હેતની ગંગા જ વહ્યા કરતી, અને સૌને કરુણારસનાં પાન કરાવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org