________________
સાચું સંભારણું D ૯૩
નાથ ! આપ ગમે તે સમયમાં, ગમે તે સ્થિતિમાં થયા હો અને ગમે તે નામથી ઓળખતા હો, પણ જો આપ દોષ-મુક્ત હો તો, મારાં આપને વંદન છે ! "
રહી.
64
બિચારા ટીકા કરનારા ચૂપ થઈ ગયા ! ભાવિક ભક્તો હર્ષ-ઉલ્લાસ અનુભવી રહ્યા.
ભાવ-ભક્તિની ભાગીરથી જાણે ત્યાં વહીને સૌને પાવન કરી
પોતાની પ્રતિજ્ઞા પૂરી થયાનો આનંદ મહારાજા કુમારપાળના અંતરમાં આજે સમાતો ન હતો. એ આજે અપૂર્વ ધન્યતા અનુભવી રહ્યા
હતા.
હેમચંદ્રાચાર્યની પાસે જઈને એમણે કહ્યું : “ ગુરુદેવ ! આપની વાણી સફળ થઈ; મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ! મને હવે મારી પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત થવાની અનુમતિ આપવા કૃપા કરો !”
ગુરુએ જોયું કે અત્યારે ગૂર્જરપતિનું અંતર ધર્મભાવનાથી ગદ્ગદ બની ગયું છે એને સદાને માટે વ્યસનમુક્તિના માર્ગે વાળવાની આ જ શુભ વેળા છે.
રહ્યા.
"6
હેમચંદ્રસૂરિએ ગૂર્જરપતિને એટલું જ કહ્યું : રાજન્, માંસ અને મદિરાના દોષોનો ત્યાગ કરીને તમે જે સિદ્ધિ મેળવી તે તમારી સામે છે. તમારું રોમરોમ કેવો આહ્લાદ અનુભવી રહ્યું છે ! શું આવી ઉત્તમ પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને તમારે ફરી પાછા એ દોષોમાં પડીને અધોગતિના માર્ગે જવું છે ? સર્યું આવાં પાપોથી ! જે પાપ એક વાર છોડ્યું તે સદાને માટે છોડીને આ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરનું ગૌરવ કરવું ઘટે; એ જ એનું સાચું સંભારણું બની રહેશે.”
ગૂર્જરપતિ મહારાજા કુમારપાળ આચાર્યશ્રીને કૃતજ્ઞભાવે પ્રણમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org