________________
સાચું સંભારણું ૯૧ ભાવના હોય તો, એમનાં દર્શન કરતાં સુધી આ પ્રતિજ્ઞાને સાચવી રાખવી ઉચિત છે.”
ગૂર્જરપતિના અંતરમાં જાણે પ્રકાશ પથરાઈ ગયો. એમને થયું ? જે મંદિરનો અંતરના ઉલ્લાસથી ઉદ્ધાર કરાવ્યો, એની યાત્રા તો કરવી જ ઘટે ને ! અને રાજવીએ, આચાર્યશ્રીની શીખને માથે ચડાવીને, સોમનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા વખતે જાતે હાજર રહેવાનો નિર્ણય કર્યો.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. ગામેગામ પત્રિકાઓ મોકલીને એની જાણ કરવામાં આવી. અને જાણે આખું રાજ્ય એ માટેની તૈયારીમાં લાગી ગયું. જ્યાં સમ્રાટ પોતે જ પ્રતિષ્ઠા કરાવતા હોય અને પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહેવાના હોય, ત્યાં પછી તૈયારીમાં શી ખામી હોય ?
અને, હવે તો, ગૂર્જરપતિના પ્રતિષ્ઠા માટેના પ્રયાણની શુભ ઘડી પણ બહુ દૂર ન હતી; એ માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી.
પોતાના સાથીઓના કહેવાથી, એક દિવસ મહારાજા કુમારપાળે કંઈક સંકોચ સાથે, હેમચંદ્રાચાર્યને વિનંતી કરી : “ ગુરુદેવ, સોમનાથ તીર્થના ઉદ્ધારની પ્રેરણા આપે જ આપી હતી, તો એની પ્રતિષ્ઠાના પુણ્યઅવસર ઉપર પધારવાની આપ કૃપા ન કરો ? "
હેમાચાર્યજીએ પ્રસન્ન વદને જવાબ આપ્યો : “ રાજન્ ! આમાં સંકોચ કરવાની શી જરૂર છે ? આ તો, ભૂખ્યા આગળ ભાવતાં ભોજન પીરસવા જેવી, અમને ગમતી વાત છે. અમે જરૂર સોમનાથ પાટણ આવીશું. ”
કુમારપાળની ખુશીને કોઈ અવધિ ન રહી. એમણે કહ્યું : આપને માટે જે તૈયારી કરવાની હોય એની આજ્ઞા આપો; બધું વિના વિલંબે હાજર થઈ જશે ! ”
હેમચંદ્રાચાર્યે કહ્યું : “ મહારાજા, વીતરાગ ભગવાનના તપત્યાગ-સંયમ-વૈરાગ્યમય ધર્મના ઉપાસકને કોઈ સામગ્રી કે કશી તૈયારી ન ખપે. અમે અહીંથી પગપાળા પ્રવાસ કરતાં કરતાં, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને, સમયસર સોમનાથ પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org