________________
૧૦૬] રાગ અને વિરાગ કામણ કર્યું હતું. રણસંગ્રામના સેવકને આજે આત્મસંગ્રામનો રાહ ગમી ગયો હતો.
તેને થયું જેનું અંતિમ દર્શન માગી લઈને મંત્રીશ્વરે અમર ધામ મેળવ્યું તે મુનિપણું સહજ રીતે મળ્યા પછી એનો ત્યાગ કરવાની ભૂલ કાં કરું ? વણમાગ્યે મળેલી આ અખૂટ સંપત્તિને હવે શા માટે તરછોડી દઉં ? જે સહજ ભાવે મળી આવ્યું છે તેનો સાચો ઉપયોગ કરી મારા આત્માનો ઉદ્ધાર કાં ન કરું ?
અને તેણે મુનિવેષે જ આગળ વિહાર કર્યો.
ઇતિહાસ કહે છે કે, તે મુનિવરે મહાતીર્થ ગિરનાર ઉપર જઈ અનશન સ્વીકારી પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો.
ધન્ય એ મુનિવરને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org