________________
ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત
મનના સંસ્કાર એ મોટી વાત છે. સશક્ત અને તંદુરસ્ત શરીર એ ય એવી જ મોટી વાત છે. યૌવનના નવવસંત સમયે તન અને મન બે ય ખીલ્યાં અને ઘડાયાં તો ઘડાયાં, નહીં તો જિંદગીભર વિકારી મન અને નિર્બળ શરીરનો ભાર વેંઢાર્યા કરવાનો ! પછી તો પોતે ય પિલાયા કરવાનું અને બીજાને ય પીલ્યા કરવાના !
૧૩
પણ જીવન-ઘડતરનો જે વખત, એ જ મન અને તનના બેકાબૂ બનવાનો વખત. અંતર કંઈ કંઈ વાસનાઓ તરફ દોડે. દેહ કંઈ કંઈ ભોગ-વિલાસો પાછળ ઘેલો બને. પોતે પોતાની જાતને સાચવવા ખબરદાર રહે તો બીજાઓ મોહની માયાજાળમાં ખેંચી જાય આવાં કામણગારાં હોય છે યૌવન વયનાં મધુ ! આવા કસોટીના વખતે જે મન અને તનનાં જતન કરી જાણે, એ જગતને જીતી જાય.
ગૂર્જરભૂમિનો રાજા ભીમદેવ સોલંકી જેવો શૂરો એવો જ શાણો પુરુષ હતો, સંસ્કારી પણ એવો જ. ધર્મ અને કર્મ બંનેમાં પૂરો નિપુણ એની રાણી ઉદયમતી એ પણ પતિના કંચન જેવા જીવનની શોભા વધારે એવું નારીરત્ન. ભારે તેજસ્વી, કાબેલ અને જાજરમાન નારી. રાજબીજનું શીળું શૌર્ય એના રોમરોમમાં ધબકે.
-
એમનો પુત્ર તે યુવરાજ કર્ણ; ગૂર્જરપતિના સિંહાસનનો વા૨સ. એ પણ સિંહબાળ જેવો પરાક્રમી અને માતા-પિતાનું નામ શોભાવે એવો તેજસ્વી હતો.
રાજા-રાણીને એના ઉપર અપાર હેત; પણ એ હેતની વર્ષા કુમારમાં કુસંસ્કારને ન ઉગાડે એની તેઓ પૂરી સાવચેતી રાખે; અને એ સંસ્કારી, સાહસી અને શૂરવીર બને એ માટે પ્રયત્નો કરતાં રહે છેવટે તો ગૂર્જરપતિનો રાજમુગુટ એને શિરે જ બિરાજવાનો હતો, અને ગૂર્જરપતિના સિંહાસનને એ જ શોભાવવાનો હતો ને ? સારો રાજા આખા દેશનું કલ્યાણ કરે. રાજા જો ખરાબ નીવડ્યો તો દેશનું નિકંદન કાઢે ! કર્ણનો ઉછેર એ ભીમદેવ અને ઉદયમતીને માટે જેમ ચિંતાનો
Jain Education International
For Private & Personal Use Only
-GA
www.jainelibrary.org