________________
૧૧દBરાગ અને વિરાગ અને શૂરવીર મંત્રીઓ અને શાણા અને દેશભક્ત પ્રજાજનોએ સામ્રાજ્યને ઊની આંચ સરખી આવવા ન દીધી અને વિરોધીઓના વિરોધને ઊગતો જ ડામી દીધો !
અને હવે ? હવે તો યુવરાજ જયસિંહ, મધ્યાહ્નના સૂરજની જેમ, સોળે કળાએ પોતાની શક્તિનો પ્રભાવ વિસ્તારી રહ્યો હતો. એના રોમરોમમાં માતા અને માતૃભૂમિ પ્રત્યેની અપાર ભક્તિ ઊભરાતી હતી. અને એ માટે એ પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા તલસી રહ્યો હતો. હવે એનો રાજ્યાભિષેક થાય એટલી જ વાર હતી. સૌ એ મંગલ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.
અને એ પુણ્યઘડી પણ આવી પહોંચી. યુવરાજ જયસિંહનો ગૂર્જરપતિના સિંહાસને રાજ્યાભિષેક કરવાનો દિવસ નક્કી થઈ ગયો. આથી રાજ્યભરમાં આનંદ આનંદ વ્યાપી ગયો.
કુમાર જયસિંહે એ વખતે જાહેર કર્યું : “ અમારા રાજ્યાભિષેક પહેલાં અમે એક એવું પવિત્ર કાર્ય કરવા ઇચ્છીએ છીએ કે જેથી અમે અમારા પરમ ઉપકારી માતા-પિતા, ગૂર્જર સામ્રાજ્યના ઈષ્ટદેવ પરમ માહેશ્વર ભગવાન શંકર અને ગૂર્જર રાષ્ટ્રના સર્વસ્વ સમા પ્રજાજનોની ભક્તિ કરી શકીએ. આ ભક્તિની ભાગીરથીમાં સ્નાન કર્યા પછી જ અમે રાજ્યાભિષેકના સાચા અધિકારી બની શકીશું ! આ માટે અમે અણહિલપુર પાટણની નજીકમાં એક વિશાળ સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ સરોવરના ચારે કિનારે એક હજાર જેટલાં વિશાળ મંદિરો અને નાની નાની દેવકુલિકાઓ રચાવીને એમાં ભગવાન શંકરના લિંગ પધરાવવામાં આવશે. અને પ્રત્યેક મંદિર અને દેરીમાં અમારાં માતા-પિતાની મૂર્તિઓ ખડી કરવામાં આવશે. આ સરોવર ગૂર્જર પ્રજાજનો માટે શાંતિ, યાત્રા અને સહેલગાહનું ધામ બને એવી અમારી ઝંખના છે. ”
યુવરાજ જયસિંહની આ જાહેરાતમાં રાજમાતા, મંત્રીઓ અને પ્રજાજનોએ પોતાના ભાવિ સમ્રાટની શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી-સંગમનાં સુભગ દર્શન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org