________________
સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૧૭ અને શુભ દિવસે, શુભ ચોઘડિયે, રાજકુમાર જયસિંહને હાથે, એ સરોવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રજાજનોએ એને સહસ્ત્રલિંગ સરોવર તરીકે વધાવી લઈને એનો જયજયકાર બોલાવ્યો.
એ જ દિવસે, બીજા શુભ ચોઘડિયે, યુવરાજ જયસિંહનો ગૂર્જરસમ્રાટ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. જયસિંહની ઊછરતી ઉંમરની જ સિદ્ધિઓથી પ્રભાવિત થયેલી પ્રજાએ એને સિદ્ધરાજ તરીકે બિરદાવ્યો અને મેં મહારાજા સિદ્ધરાજ જયસિંહનો જય 'ના નાદોથી એ અવસરને વધાવી લીધો.
સહસ્રલિંગ સરોવરનું કામ ઝડપથી પૂરું થાય એવી સમ્રાટ જયસિંહદેવની ઝંખના હતી. રાજ્યના ખજાનાનાં દ્વાર એ માટે ખુલ્લાં થઈ ગયાં હતાં અને હજારો હાથ કામે લાગી ગયા હતા. કળાકારો, કારીગરો. અને મજૂરોનો અજબ મેળ ત્યાં સધાયો હતો. સૌ જાણે ભક્તિનું ભાતું લઈને કામે લાગ્યા હતા, દિલચોરી કોઈને ખપતી ન હતી !
જોતજોતામાં સરોવર તૈયાર થઈ ગયું. સરોવરનું જળ સદા ય બિલોરી કાચ જેવું સ્વચ્છ રહે એ માટે સરોવરની પાસે જ એક વિશાળ અને ઊંડું તળાવ રચવામાં આવ્યું. એ તળાવમાં કરીને નિર્મળ થયેલું પાણી જ સરોવરમાં આવે એવી ખાસ ગોઠવણ કરવામાં આવી હતી.
સરોવરનો કિનારો નયનમનોહર દેવમંદિરો અને નાની નમણી-રૂપાળી દેરીઓથી સ્વર્ગના ઉદ્યાનની જેમ શોભી ઊઠ્યો. મંદિરે મંદિરે રાજપિતા કદિવ અને રાજમાતા મીનળદેવીની મૂર્તિઓ જાણે દેવભક્તિનો સંદેશો સંભળાવતી હતી. પાટણના પાદરની એ વેરાન ધરતી કોઈ પવિત્ર તીર્થધામનું ગૌરવ અનુભવી રહી, જંગલમાં મંગલ રચાઈ ગયું.
અને એક પવિત્ર દિવસે, એક હજાર શિવલિંગોને સમાવતાં એ નાનાં-મોટાં મંદિરોની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરે મંદિરે સોનાના કળશ ઝળહળી ઊઠ્યા. શિખર ઉપર લહેરાતી ધજાઓ જાણે મહાદેવની શક્તિની અને સિદ્ધરાજની ભક્તિની કીર્તિપતાકા લહેરાવી રહી. વાતાવરણ મધુર-ગંભીર ઘંટનાદોથી ગુંજી ઊઠ્યું.
Jain
ication International
For Private & Personal Use Only
www.jainelibrary.org