________________
૧૨
મૃત્યુંજય
વીર વનરાજે વસાવેલ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં ત્યારે મહારાજા કુમારપાળનું રાજ્ય તપતું હતું. આ નરવીરની રાજગાદીનો ઈતિહાસ ભારે રોમાંચક છે. દુઃખના ડુંગર ખોદી ખોદીને એને ઉંદર જેટલા સુખની શોધ કરવી પડી હતી. અને છતાં સંસ્કારિતા અને શૂરાતનનો એણે પોતાના જીવનમાં સમન્વય સાધ્યો હતો. મહારાજા સિદ્ધરાજે જમાવેલી ગુજરાતની કીર્તિ એમના રાજ્યકાળમાં સવાયા તેજે ઝળહળવા લાગી હતી. અને ગુજરાતના યોદ્ધાઓની વિરહાકે સમસ્ત આર્યાવર્તમાં ગુજરાતની યશપતાકા ફરકાવી હતી .
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યું તે કાળે ગૂર્જર-રાષ્ટ્રના નિર્માતાનું રૂપ ધારણ કર્યું હતું. એમની પ્રેરણાથી ગુજરાતની સંસ્કારિતા અને વિદ્વત્તાના પડઘા, અનેક દેશોના સીમાડા વીંધી, છેક કાશ્મીર અને કાશી સુધી ગાજી ઊઠ્યા હતા. સૂર્યદેવતાના તેજસ્વી નક્ષત્રમંડળની જેમ, સમરવીર અનેક યોદ્ધાઓ, રાજનીતિનિપુણ અનેક મંત્રીઓ અને સાહિત્યકુશલ અનેક પંડિતો મહારાજા કુમારપાળ અને આચાર્ય હેમચંદ્રની આસપાસ વીંટાયેલા રહેતા.
આવા બાહોશ રાજવી અને આવા આદર્શ ધર્મગુરુના ખોળે પડેલ ગુજરાત જ્યારે પોતાના સુવર્ણયુગનો મધ્યાહ્ન અનુભવતું હતું. તે કાળની આ એક સમર્પણકથા છે.
ગુજરાતનું પાટનગર અણહિલપુર એક અલબેલી નગરી લેખાતું. એની શોભા અને મહત્તાની અનેક કિંવદન્તીઓ લોકજીભે રમવા લાગી હતી. પાટણના પટોળાં અને પાટણની પનીહારીઓનાં નામે લોકહૃદયમાં જાણે કામણ થતું ! વીરો, વિલાસીઓ અને વ્યાપારીઓના ત્રિવેણી સંગમ સમું પાટણ સંસ્કારિતા કે ધર્મપરાયણતામાં પણ કોઈ વાતે ઊતરતું ન હતું ! દેવમંદિરોના સુવર્ણકળશો રોજ પ્રાતઃકાળે સૂર્યદેવનું સ્વાગત કરતા; ધર્મપરાયણ ભક્તજનોની પ્રાર્થનાના મેઘગંભીર ધ્વનિ વિલાસીઓની નિદ્રાને ઉડાડતા અને સંધ્યાસમયે દેવમંદિરોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org