________________
૯૨ [રાગ અને વિરાગ જઈશું. તમે અમારી કશી જ ચિંતા ન કરશો.”
અને આચાર્યશ્રીએ રાજા અને પ્રજાની ભાવના પૂરી કરવા તરત જ વિહાર કર્યો.
આચાર્યની ટીકા કરનારાનાં મોં જાણે સિવાઈ ગયાં ! પણ જેને દોષ જ શોધવા હોય એને ચૂપ કોણ કરી શકે ? એમણે વિચાર્યું : રાજાજીને રાજી રાખવા જેમ સોમનાથનો ઉદ્ધાર કરવાની સલાહ આપી, એમ એમને રાજી રાખવા જ આચાર્ય સોમનાથ જઈ રહ્યા છે ! રાજાને કોણ નારાજ કરી શકે ભલા ? અને આમાં એમણે મોટી વાત પણ શી કરી છે ? એમના સચ્ચાઈ અને ઉદારતાની ખરી કસોટી તો, પોતે જિનના અનુયાયી થઈને સોમનાથમાં શિવને નમસ્કાર કરે છે કે નહીં, એમાં જ થઈ જવાની છે ! જો એ શિવને નમસ્કાર કરશે તો એમની જિનના ધર્મની પ્રતિજ્ઞાનું ગૌરવ ઘટી જશે; અને નમસ્કાર નહીં કરે તો એમની ઉદારતા નકલી કે નય દંભરૂપ હતી એમ સાબિત થઈ જશે. હવે જ ખરેખરો ખેલ થવાનો !
અને એ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે એક તરફથી ગૂર્જરપતિ કુમારપાળ, પોતાના વિશાળ રસાલા સાથે, સોમનાથમાં પહોંચી ગયા અને બીજી તરફથી હેમચંદ્રસૂરિ પણ પોતાના ધર્મસંઘ સાથે સોમનાથમાં આવી પહોંચ્યા. સોમનાથ પાટણમાં જાણે માનવ-મહેરામણ હિલોળા લેવા લાગ્યો.
શુભ મુહૂર્તે, શુભ ઘડીએ, વિધિવિધાનપૂર્વક, સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મહારાજા કુમારપાળ, ભાવભક્તિથી ઊભરાતા અંતરથી, ભગવાન શંકરને પ્રણમી રહ્યા. સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહ્યો.
ટીકાકારો એ જોવા તાકીને જ બેઠા હતા કે હેમચંદ્રાચાર્ય હવે શું
કરે છે કાકાએ એ પ્રવર્તી રહીભગવાન ,
પણ એ ધર્મપુરુષના અંતરને શંકા-કુશંકાઓના કોઈ સાપોલિયો સતાવતાં ન હતાં. એમણે, ભગવાન શંકરની સામે હાથ જોડીને ઊભા રહીને, પોતાની કાવ્ય-સરસ્વતીને વહેતી મૂકી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org