________________
૧૦૦ રાગ અને વિરાગ
અને એ મેઘગંભીર રણનાદમાં મંત્રીશ્વર મગ્ન બન્યા હતા.
મજલ પૂરી થઈ અને ઉદયન સંગ્રામ ભૂમિપર પહોંચી ગયા. તેમણે ત્યાંની બધી પરિસ્થિતિનું અવલોકન કર્યું. તેમણે જોયું કે સŚસરની જેટલી ઉપેક્ષા કરી હતી તેટલો નિર્બળ તે ન હતો. વાત કરવામાં એને શિકસ્ત આપવાની એમની ગણતરી ખોટી ઠરી હતી. પોતાના નાના સરખા સૈન્યથી તેણે મહારાજા કુમારપાળના સૈન્યને તોબા પોકરાવી હતી. ગૂર્જરભૂમિના વીર ગણાતા યોદ્ધાઓ જાણે શિથિલ બનવાની અણી ઉપર હતા. મંત્રીશ્વર યાત્રા કરીને પાછા ફરે એટલી વારમાં તો સૈન્યમાં નિરાશાના આછા-પાતળા રંગો બેસવા લાગ્યા હતા. અને એ રંગો પરાજયની ઘેરી કાલિમામાં ક્યારે પલટાઈ જાય એ કહી શકાય એમ ન હતું.
વિચક્ષણ મંત્રી બધી પરિસ્થિતિ ક્ષણવારમાં સમજી ગયા. અને તેનો ઉપાય તેમણે તત્કાળ હાથ ધર્યો. તેઓ જાણતા હતા કે, દુશ્મનના ધસારાથી ત્રાસીને હારતું, પાછાં ડગલાં માંડતું સૈન્ય પોતાના સેનાપતિને મરણિયો સંગ્રામ ખેલતો જોઈને ફરી ઉત્તેજિત થઈ જાય છે, એનું ઓસરતું ઓજસ અને નબળી બનતી હિમ્મત ફરી જાગ્રત થઈ જાય છે, અને એ પોતાની બધી તાકાત ભેગી કરીને હારને વખતે સંગ્રામને જીતી જાય છે.
તેમણે એ પણ જોયું કે, હવે જાત બચાવીને સંગ્રામ જીતવો શક્ય ન હતો. હવે તો જાત બચાવવાના મોહનું બલિદાન દીધે જ છૂટકો છે; અને એ બલિદાનમાંથી જ સંગ્રામને જીતવાની શક્તિ પ્રગટ થવાની છે. અને તેમને સંગ્રામમાં જાતે ઊતરવાને નિર્ણય કરી લેતાં વાર ન લાગી. તેમણે પોતાનો સામાન્ય વેષ તજી સંગ્રામઉચિત વેષ ધારણ કર્યો, અને એક અણનમ વીરની જેમ એ પોતાના સૈન્યની સામે આવીને ઊભા રહ્યા, અને પોતાના યોદ્ધાઓને સંગ્રામનો સામી છાતીએ સામનો કરવાની હાકલ કરી.
પોતાના સેનાપતિને જોઈને સેનામાં નવું જોમ આવ્યું. જાણે બુઝાતા દીપકમાં અખૂટ તેલ પુરાઈ ગયું. વીરોની રણગર્જનાઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org